________________
૫૦
ગયા. કૃષ્ણ ને બલરામ પિતાની સાથે મહાકુશલ છતાં નાની નારાયણી સેનાને લઈને રથમાં આવી જે પંચજન્ય શંખ વગાડા તેવા જ જરાસંધની સેનાના હાંજા જ ગગડી ગયા. તુમુલ યુદ્ધ થયું. જરાસંધની વિશાળ સેના છિન્નભિન્ન થઈ ગઈ. યુદ્ધ છેડી જરાસંધ પણ નાઠો. ભગવાને રણભૂમિમનું ધન, આભૂષણ વગેરે બધું જ ઉગ્રસેન મહારાજને ચરણે ધરી દીધું. આ પ્રમાણે સત્તર વાર જરાસંધે ચઢાઈ કરી અને બધી વાર હારીને નાસી છૂટ્યા. જ્યારે અઢારમ સંગ્રામ થવાને હતો ત્યાં જ નારદજીએ સમાચાર આપ્યા કે કાલયવને ચઢાઈની તૈયારી કરી છે. ભગવાને વિચારી જોયું કે કાલયવન અને જરાસંધની સેના ભેગી થાય તો ભારતીય સંસ્કૃતિ પર યવન સંસ્કૃતિનો પ્રભાવ વધી જશે. ભારતીયે પરસ્પર લડીને પિતાની જ સંસ્કૃતિને નાશ કરશે. એટલે યુદ્ધને બદલે યુક્તિથી જ કાલયવનને હણ અને મગધરાજની સાથે લડવાને બદલે ઠેઠ પશ્ચિમમાં પહાડ અને દરિયાકાંઠે નવી નગરી વસાવી ત્યાં યાદવોને સ્થિર કરવા. અંતર તથા વ્યુહની દષ્ટિએ જરાસંધ ફાવશે નહીં. સાથોસાથ વારંવારના યુદ્ધથી પ્રજામાનસ યુદ્ધર બનતું જાય છે એટલે ભાવિ સંસ્કૃતિની રચનાની દૃષ્ટિએ પણ પ્રજાને યુદ્ધખેરીના દૂષણમાંથી બચાવવી. માટે આપણે યુદ્ધભૂમિ-રણભૂમિ છેડી દેવી તે જ ઉત્તમ છે; કેમ કે
ન જાણુ બળ સામાનું, સાહસે જે ઝુકાવશે; પરાજિત થઈ પૂરે, પસ્તાશે અવશ્ય તેય. (પા. ૪૬૭)
જ્યાં જેવો હાય હુમલાખોર, ત્યાં તે થાય સામને; હુમલાકાર કક્ષાએ, અહિસા-સત્યની ગતિ. (પા. ૪૬૨) કાલયવન આવી પહોંચે તે પહેલાં તે સમુદ્રમાં દ્વારકાનું દુર્ગમ નગર રચાઈ ગયું. બલરામજીને મથુરામાં રાખી ઉગ્રસેન સહિત બધા યદુવંશીને દ્વારકા પહોંચાડી દીધા. કાલયવને નગરને ઘેરો ઘાલ્યો એટલે કૃષ્ણ વૈજયંતી માલા પહેરીને વિના શસ્ત્રાસ્ત્ર એકલા નગર બહાર