________________
૪૭
સદ્દધર્મની સ્થાપના કરી શકશે. ભગવાનની સંમતિ મેળવી નારદ કંસ પાસે પહોંચવા અને તેનેય ભંભેર્યો કે “તારે કાળ તે વ્રજમાં બેઠે છે એને મથુરામાં આમંત્રીને તેને ઘડેલાડો જ કરી નાખ. કંસે મંત્રીમંડળને પૂછી મલકુસ્તી અને ઠંદ્રને અખાડો ગોઠવી ચાણુર ને મુષ્ટિક દ્વારા બલરામ અને કૃષ્ણને વંસ કરવાની યોજના ઘડી. અકૂરને કૃષ્ણને તેડવા મોકલ્યા. અક્રુરમાં સત્યનિષ્ઠા-સભર મૃદુતા ભરી હતી. એથી વ્રજ તેને વિશ્વાસ જ કરે છે ને રજ દે છે. વ્રજવૃંદાવનની વિદાય લઈ સૌને વિરઘેલાં મુકી કૃષ્ણ અક્રૂરને રસ્તામાં જ ભૂલ સત્યના ગર્ભમાં પડેલ બ્રહ્મજ્ઞાનનું દર્શન કરાવી તેમનું હૃદય જીતી લે છે. એ પછી સર્વસ્વ અપર્ણ કરનારા સાથીની નારાયણ પરાયણ વૃદસહિત મથુરામાં આવી પહોંચે છે, ત્યાંથી એમની વિરાટ વિશ્વલીલાનાં પગરણ શરૂ થાય છે.
(૩) કંસવધ દુષ્ટતાને દિયે દંડ, ને પૂજે સુઠુંતા અતિ; સર્વેશ્વર અહે કૃષ્ણ, દેવોના દેવ શ્રીપતિ!
(મંદાક્રાંતા) મૃત્યુ પે'લાં મરણભયથી, કંસ શિથિલ કીધે;
જીતી લીધી નગરી મથુરા, સર્વને સ્નેહ દીધો. (પા. ૪૨૯) ભગવાન કૃષ્ણ આવે તે પહેલાં જ મથુરામાં વાત તે પહોંચી જ ગઈ હતી. આમેય વ્રજનારીઓ મહી-માખણ સાથે જ મટકીમાં માધવને સંદેશ લાવતી હતી. વ્રજમાં જે બનતું હતું તેને અહાભાવથી મથુરા જેતી હતી, પણ કંસની ધાક અને એના રાજ્યનાં વાજ એટલે પ્રકાશન, પ્રબંધ, પ્રશિક્ષણ અને પ્રશાસન એવાં હતાં કે અસત્યને સત્યરૂપે પ્રસરાવી સત્યને ઢાંકી દેતાં હતાં; પણ પ્રભુએ પગ દેતાં જ મથુરાની નારીઓ ઘેલી બનીને અટારીમાં આવી તેમને પુષ્પ વરસાવી આશીર્વાદ જેવા સજજ બની. ઠેર ઠેર તેમનું સ્વાગત