________________
પ૨૩
શોભા અવર્ણનીય હતી. ત્યાં ઘણે દાસીઓ ગળામાં સોનાનો હાર પહેરી તથા સુંદર વસ્ત્રાભૂષણે સજી પિતપોતાનું કામ કરી રહેલી જણુતી હતી. સેવકો પણ કુંડલાદિ શણગાર સજી પિતપોતાના કામમાં મશગૂલ બન્યા જણાતા હતા. અગરુ ધૂપના ગોટેગોટા ઊડતા હતા. એને જોઈને મણિમય છજાં પર બેઠેલા મોરલા અવાજ કરતા નાચી રહ્યા હતા. ત્યાં ભગવાન કૃષ્ણ રુકિમણી મહારાણીની સાથે બેઠા હતા અને રુકિમણ સોનાની દાંડીવાળાં ચામરાથી ભગવાન શ્રીકૃષ્ણને હવા નાખી રહ્યાં હતાં. જેવા મહર્ષિ નારદજીને ભગવાને જોયા કે તરત રુકિમણીજીના પલંગ પરથી ઊઠીને ભગવાને નારદજીના ચરણકમળમાં પ્રણામ કર્યા અને હાથ જોડીને નારદજીને પિતાના આસને બેસાડ્યા ! પરીક્ષિત ! એમાં શંકા નથી કે ભગવાન તે ચરાચર આખાયે જગતના પરમ ગુરુ છે અને એમના ચરણ પખાળેલું ગંગાજલ આખાયે જગતને પવિત્ર કરવાવાળું છે, છતાં તેઓ બ્રાહ્મણોને જ પિતાના આદર્શ સ્વામી માને છે. તેથી તો એમણે (ખુદ ભગવાન કૃષ્ણ) નારદજીના પગ પખાળ્યા અને એ મહર્ષિનું ચરણામૃત પિતાના માથે ચડાવ્યું. શાસ્ત્રોક્તવિધિથી ભગવાને નારદજીની પૂજા કરી. પછી અમૃત જેવા મધુર અને ચેડા શબ્દોમાં ઋષને સતકાર કર્યો અને કહ્યું : “પ્રભુ ! આપ તે સ્વયં સમગ્ર જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ, યશ, લક્ષ્મી અને એશ્વર્યથી પૂર્ણ છે. બેલે ! હું આપની શી સેવા કરું ?' દેવર્ષિ નારદે કહ્યું : “ભગવાન ! આપ તે સમસ્ત લોકની એકમાત્ર સર્વોચ્ચ સ્વામી છે. આપ પિતાના ભક્તોનું બહુમાન કરે છે અને દુષ્ટોને દંડ આપે છે. આપે એકમાત્ર જગતના કલ્યાણ માટે જ અવતાર ધારણ કર્યો છે ! આપ મારા પર એવી કૃપા કરો કે હું ગમે ત્યાં રહે પણ એકમાત્ર આપના જ ધ્યાનમાં તત્પર રહું !”
થોડી વાર પછી ત્યાંથી નીકળી જેવા નારદજી બીજ મહેલમાં ગયા તે ત્યાં પિતાની મહારાણું તથા ઉદ્ધવ સાથે પાટે રમતા ભગવાન