________________
પરર
બ્રહ્મચારી શુકદેવજી બોલ્યા : “હે રાજન પરીક્ષિત ! ભગવાન શ્રીકૃષ્ણે નરકાસુર અથવા ભૌમાસુરને મારીને ભીમાસુરે જે રાજકુમારીઓને કેદ કરેલી, તે સૌને છોડાવીને પોતે એકલાએ જ તે બધી રાજકુમારીઓ સાથે લગ્ન કરી લીધાં છે, એવું સાંભળ્યું ત્યારે દેવર્ષિ નારદને ભગવાનના રહન–સહનને નીરખવાની ઈચ્છા કુદરતી રીતે થઈ આવી અને તેથી દ્વારિકાનગરીમાં તેઓ આવી અને તેથી દ્વારિકા નગરીમાં તેઓ આવી પહોંચ્યા. પ્રથમ તે નગરીની શોભા જોઈને જ છક થઈ ગયા. કારણ કે દ્વારિકાપુરી વિશ્વકર્માની સર્જેલી અદ્દભુત નગરી બની ગયેલી. ત્યાંના બાગ-બગીચાઓ રંગબેરંગી ખીલેલાં ફૂલેથી લદાયેલાં વૃક્ષોથી તે ભરચક હતા. જે વૃક્ષો પર વિવિધ જાતનાં પંખીઓ પોતપોતાની ઢબે કિલતાં હતાં. ભમરાઓને મધુર ગુજારવ હતો. નિમળ જળથી ભરાયેલાં સરેવરોમાં લીલાં, લાલ અને સફેદ એમ ભાતભાતનાં કમળ ખીલ્યાં હતાં. ત્યાં હસ અને સારો કલરવ કરી રહ્યાં હતાં. દ્વારિકાપુરીમાં
ફટિકમણિ અને ચાંદીના સંખ્યાબંધ મહેલ હતા. તે બધા પન્ના (મહા મરકતમણિની પ્રભાથી ઝગમગી રહ્યા હતા. તેમાં હીરા-સેનાની ઘણી ઘણી સામગ્રીઓ હતી. દ્વારિકાના રાજપથે-સડકે, ગલીઓ, ચારાઓ અને બજારો તથા દેવમંદિરોને કારણે નગરીનું સૌંદર્ય ખૂબ ચમકી ઊઠેલું. સડકે, ચેક અને ગલીઓમાં તથાં દરવાજાઓમાં સુદ્ધાં મધુર જળાને છંટકાવ થયેલ. નાનાં મોટાં ઝંડી-ઠંડાઓ ઠેરઠેર લહેરાતાં હતાં, જેથી જાણે સૂર્યનારાયણને પ્રબળ સામને થયે હોય તેમ તાપ જાણે આવતો અટકાવી દીધો હતો.
આ દ્વારિકાપુરીમાં ભગવાન કૃષ્ણનું અંતઃપુર પણ સુંદર હતું. મોટા મોટા કપાલે ત્યાં પૂજા–પ્રશંસા કર્યા કરતા હતા, જાણે વિશ્વકર્માએ પિતાનાં કળા-કૌશલય અને કારીગરી બધી ત્યાં જ વાપરી કાઢચાં હેય એમ જણાઈ આવતું હતું. દરેક રાણીને મહેલ ત્યાં અલગ હતો. એમાંના એક મહાભવનમાં નારદજીએ પ્રવેશ કર્યો. ત્યાંની