________________
પ૨૪ કૃષ્ણનું દૃશ્ય જોયું. ત્યાં પણ નારદને પધારેલા જોઈ ભગવાન કૃષશે ભાવથી સ્વાગત કરી આસન પર બેસાડયા અને અનેક કિંમતી સામગ્રીઓ સાથે પૂજા-અર્ચા કરી. એ પછી અજાણ્યાની જેમ ભગવાન કૃષ્ણ નારદજીને પૂછ્યું કે “આપ અહીં કયારે પધાર્યા છે ? આપ તો પરિપૂર્ણ પરમાત્મા રૂ૫ છે. અમે તો અપૂર્ણ છીએ છતાં આપ કંઈક ને કંઈક આજ્ઞા ફરમાવો ! સેવા સોંપી અમારા જન્મને કૃતાર્થ– સફળ બનાવ.” આ બધું જોઈને નારદજીના આશ્ચર્યને તે પાર જ ન રહ્યો. ચૂપચાપ ત્યાંથી ઊઠી પાછા તેઓ ત્રીજા મહેલમાં ગયા. એ મહેલમાં પણ દેવર્ષિ નારદે જોયું તો ભગવાન પિતાનાં સંતાનોને રમાડી રહ્યા હતા. ત્યાંથી વળી બીજા મહેલમાં ગયા તો ત્યાં ભગવાન કૃષ્ણને પિતે સ્નાન કરવાની તૈયારીમાં હેય તેમ જણાયું. આ પ્રમાણે દેવર્ષિ નારદજીએ ભગવાન કૃષ્ણને દરેક મહેલમાં કંઈક ને કઈક ભિન્ન પ્રકારે કામ કરતા જ જોયા | કયાંક યજ્ઞકુંડમાં હવન કરે છે, તે વળી કયાંક પંચ મહાયજ્ઞોના દેવતાઓની આરાધના કરી રહ્યા જણાય છે. કયાંક વળી બ્રાહ્મણોને ભોજન કરાવે છે, તે વળી કયાંક પોતે જ યજ્ઞપ્રસાદી જમી રહ્યા જણાય છે. ક્યાંક સંધ્યા કરે છે તે કયાંક મૌનપણે ગાયત્રી જાપ કરે છે. ક્યાંક તો વળી ઢાલ તલવાર ધારણ કરી લડવાની તૈયારી કરે છે, તો ક્યાંક હાથી-ઘોડા સાથે રથ પર બેસી વિચરણ કરી રહ્યા છે. કયાંક પલંગ પર સૂતેલા છે, તે ક્યાંક બંદીજને એમની સ્તુતિ કરી રહ્યા છે. ક્યારેક સાથીઓ સાથે ગંભીર એવી રાજચર્ચા કરી રહ્યા છે. ક્યાંક ઉત્તમોત્તમ વીરાંગનાઓ સાથે ઘેરાઈને જલક્રીડા કરી રહ્યા છે. ક્યાંક બ્રાહ્મણ દેવને સુશોભિત ગાયનું દાન કરી રહ્યા છે ! ક્યાંક મંગલ એવા ઇતિહાસપુરાણનું મીઠું શ્રવણ કરી રહ્યા છે, ક્યાંય પોતાની પ્રાપ્રિયા સાથે હાસ્યવિનોદની વાતો કરી મધુર હાસ્ય કરી રહ્યા છે. ક્યાંક અર્થ - સેવન કરે છે, તો ક્યાંક ધર્મના કર્મ કાંડ કરે છે. કયાંક ભેગ, તો કયાંક પુરાણ પુરુષનું ધ્યાન ધરે છે. ક્યાંક રાજચર્ચા થાય છે, તે