________________
૫૧૫
આ દૂત પાસેથી સંદેશ સાંભળી તે રાજા અને એને પરમ મિત્ર કાશીરાજ બનેએ મળી પાંચ અક્ષૌહિણી સેના તૈયાર કરી શહેર બહાર તેઓ સજજ થઈ આવી ઊભા. ત્યાં તો ભગવાન શ્રીકૃષ્ણ વાસુદેવને મશહૂર રથ અને તેને કાશી પહોંચી ગઈ. કારણ કે આ બધી તૈયારી કરૂપદેશના એ રાજા પૈડૂકે કાશીમાં જ કરેલી. ટક્કર તે તેણે ખૂબ લીધી પણ મિથ્યામદને ચડેલે પારો તરત ઊતરી ગયો અને બને રાજાએ યુદ્ધમાં મરણને શરણ થયા. કાશી નરેશને દીકરી પ્રદક્ષિણ હતો. તેણે પિતાના અંત્યેષ્ટિ સંસ્કાર કરી પ્રણ કર્યું કે પિતૃઘાતક અને પિતૃમિત્ર—ઘાતકનું વેર લેવાનું હું નહીં જ ચૂકું ! અને ભગવાન શિવની તેણે આરાધના કરી લીધી. તે આરાધનાથી રક્ષણ (કાશીના રાજપુત્ર)ના કુલાચાર્યો તથા ભેળા શિવ પ્રસન્ન થયા. તેના માગ્યા પ્રમાણે તથાસ્તુ કર્યા પછી ત્યાં કૃત્યા નામની રાક્ષસી અભિચાર (મારણના પુરશ્ચરણ) રૂપે પ્રગટ થઈ અને દ્વારકાપુરીમાં ગઈ. પણ ભગવાન કૃષ્ણને ખબર પડતાં જ તેઓએ સૂદનચક્રને આજ્ઞા કરી તો તેણે પેલી કૃજ્યારૂપી અભિચાર–અગ્નિનું કંઈ ચાલવા ન દીધું. તેથી તે પાછી કાશી પહોંચી ગઈ અને એને પ્રગટ કરનારા કુલાયાને અને સુદક્ષણને જ ભસ્મ કરી નાખ્યા, પિતાનું ખાટું શસ્ત્ર આખરે પિતાને જ નષ્ટ કરી નાખે છે. તેવું જ બન્યું.”
શુકદેવજી કહે છે – “હે પરીક્ષિત ! આ ભગવાન શ્રીકૃષ્ણનું ચરિત જે સાંભળ-સંભળાવે તે જરૂર પાપથી છૂટી જશે.
બલરામથી દ્વિવિદનો અંત
સવૈયા એકત્રીસા જગમાં પ્રભુને જન્મ ગણાય પ્રજ–અભય કરવા માટે, અભય પ્રજામહીં ફેલાવાથી ન્યાય સત્ય નીતિ માટે;