________________
૫૧૪
રહી છે તે નવાઈની વાત છે ! પણ પછી તે અંદર અંદર જ એકમેકને કહે છે: “અરે ! એ ધુતારામાં અભુત જાદુગરી છે. એ તો જે ઈચ્છે તે નારીને પળવારમાં પાણી પાણી કરી નાખે છે. આ બધું જોઈ બલરામજી તે સૌને યમુનાકિનારે લઈ ગયા અને ભગવાન કૃષ્ણનો મધુર સંદેશ વિગતવાર કહ્યો, ગોપીઓ પણ એ મહાસંદેશથી જાણે રાસલીલા રમતા કૃષ્ણ સાથે રાસરમણ કરતી હોય, તેવા ભાવથી પરસ્પર નાચવા લાગી ગઈ. યમુનાજીએ પણ સુગંધિત ભીની ભીની લહેરીએ ઉછાળવા માંડી અને આખુંયે વ્રજ ફરીથી જાણે યદુરાય કૃષ્ણજીની મહાલીલામાં મસ્ત બની આનંદવિભોર બની ગયું.”
આગળ વધતાં શુકદેવજી કહે છે: “એક બાજુ ભગવાન કૃષ્ણના અભાવમાં શક્ય તેટલો પ્રેમળ આનંદ વ્રજમાં ભગવાન કૃષ્ણના અંશરૂપ બલરામજી આપી રહ્યા છે ત્યાં બીજી બાજ એક મેટી આફત અચાનક આવી પડી, કાશીરાજના પરમ મિત્ર એવા કરૂપદેશના રાજાને એ મહાને અહંકાર ઊપજવો અને બા કે “ખરે વાસુદેવ તે હું છું અને પેલો વાસુદેવ તે સાવ કમિ છે. નકામે વજી વગેરે ચિહનો લઈને બેસી ગયેલ છે. વળી જગતને ઉદ્ધારક પણ હું એકલે છું. માટે એ મથુરા-દ્વારકાને વાસુદેવ બધાં ચિહ્ન છેડી મારે શરણે આવી જાય, નહીં તે મારી સાથે લડવા તેયાર થઈ જાય” પાંડૂકરાજાએ આટલું બોલીને જ સંતોષ ન માનતાં પિતાને એક માનીતા દૂતને દ્વારકામાં મેકલી ખુદ ભગવાન શ્રીકૃષ્ણ વાસુદેવ આગળ આ સંદેશે રજૂ કરાવ્યું. આ ઉછું ખલ અને મિથ્થામદથી ભરપુર સંદેશા સાંભળી અનુભવી સરદારે તે હસી હસીને ઊંધા જ વળી ગયા. ભગવાન કૃષ્ણ દૂતને કહ્યું : 'ભાઈ ! તું તો ચિઠ્ઠી ને ચાકર એટલે બીજુ શું કરે ? તું તારા એ રાજવીને કહેજે . મારાં એ બધાં ચિલો મારે એમના ઉપર અને એને બહેકાવનાર ઉપર જ છેડવાં પડશે. જે એ તૌયાર છે અને એને લડવાની ખૂજલી ઊપડી છે, તે ભલે હું ત્યાં આવીશ. તેને જે તૈયારી કરવી હોય તે કરી રાખે !'