________________
૫૧૨
મારી આ માગણુથી હું આ મહા જલચર પશુ બની ગયું હતું કારણ કે સંતે અને બ્રાહ્મણોના જાગૃતિભર્યા પ્રયાસો ચાલુ રહેવાથી જ માનવસમાજ વ્યવસ્થિતરૂપે ટકી શકે છે. ક્ષત્રિય રાજવીઓ આ કારણે જ જેમ સંતાને પૂજે છે, તેમ બ્રાહ્મણે ને ગૌરવભર્યું દાન આપી તેમને ટકાવી પ્રજાકીય શાંતિ સ્થાપી શકે છે. આથી જ અમો ગાયો અને બ્રાહ્મણો બન્નેના રખવાળ બની “ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ” તરીકેનું બિરુદ સાર્થક બનાવીએ છીએ. હવે એ બિરુદ પામનાર ક્ષત્રિય રાજવી શકીએ અમે જ જે સતત જાગૃતિ ન રાખતાં આવું કરી બેસીએ તે એ તો અનર્થ જ ગણાય ને ? એટલે મને એ કમેના પરિણામરૂપ સજા પૂરેપૂરી મળી ગઈ, અને હું રાજવી મટી શકું જલપશુ બની ગયો હતો. પરંતુ હવે મારાં મહાન પુણ્ય અને મહાન ધર્મ અને સુગ થયે ગણુય. પ્રભુ આપે જાતે અહીં પધારી અને સ્પર્શ કરી માર ઝટપટ ઉદ્ધાર કરી નાખ્યો ! આથી હું કૂવાનું જલપશુ થયે હતો એનું મને સ્વને પણ દુઃખ નથી. કારણ કે અનેક જન્મોના કેટિ પ્રયથી ભાગ્યે જે આપનાં દર્શન–સ્પર્શન થાય, તે મને સહજમાં મળી ગયાં! ભગવાન કૃષ્ણજીએ જાતે પણ સૌને ઉપદેશ આપે કે “યાદવો ! જોયું કે અણુજાતાં પણ થયેલી બ્રાહ્મણ સંબંધી ભૂલ કેવો પરિતાપ આપે છે! માટે બ્રાહ્મણેની કાળજી ક્ષત્રિય અને પ્રજાજને સીએ પૂરેપૂરી. ખવાની છે.”