________________
૫૦૩
સત્યભામા જેવી આઠ તો ભગવાન કૃષ્ણની પટરાણુઓ જ હતી. આ સોળહજાર એકસે ને આઠ રાણીઓના દરેકના મહેલે ભગવાન પધારે ત્યારે તે રાણુ જતે જ દરેક પ્રકારની પૂરેપૂરી અને દિલભરીને સેવા કરી ભગવાનને સર્વ પ્રકારે રિઝાવવાનો લહાવો લેતી. ખુદ ભગવાનના મૂર્તિમાન શરીરને સ્પર્શ સુખ એ બધીને મળી શકતું. કેવી હતી એ મહા ધન્યભાગની સ્ત્રીએ !
પરંતુ ઘણું વાર એવું બની જતું કે આ સુખ જિરવાનું નહીં, અને સામાન્ય માનવીની જેમ એ બધીને પણ ક્રોધ, માન, મદ, મોહ, ઈર્ષા વગેરે દોષ ઘેરી લેતા. એવે વખતે ભગવાન કૃષ્ણ પોતે પણ સામાન્ય ગૃહસ્થ માનવી જેવા બનીને એ દેશે તજાવતા અને નાની મેટી એમની ભૂલો સુધરાવતા ! એકદા રુકિમણુમાં ખૂબ અહંકાર આવી ગયું. તે એવું વિચારવા લાગી કે, મારામાં કૃષ્ણને આકષીને ગાંધી રાખનારું કેવું અદ્ભુત સૌંદર્ય છે જે બીજી પટરાણીઓમાં નથી ને પિતાનામાં છે. ભગવાન કૃષ્ણને આ ખૂબ સાહ્યું. એથી તક જોઈ ભગવાન કૃષ્ણ રુકિમણીને આ મતલબનું કહ્યું : “રાણીજી, તમારા રૂપ આગળ હું તો સાવ કાળિયે કૃષ્ણ છું. મને લાગે છે કે હજુ તમારે તમારા જે રૂપસભર વરરાજે પસંદ કરી લેવો જોઈએ. તમારે એ બાબતમાં સંકોચ કરવાની જરૂર નથી. કુમારાવસ્થાથી જ જેમને તન, મન, સાધનની છાવરી કરનાર રુકિમણીને તો પેતાને અતિશય મનગમતો પિતે આવું કહેશે, એવી કલ્પના જ ક્યાંથી હોય? એટલે આ ઉદ્દગાર સાંભળી તેણું તો
ત્યાં ને ત્યાં જ મૂચ્છિત થઈને નીચે ઢળી પડી ! જરાક ભાન આવતાં હૈયું ચિરાયું, અસુઓએ માઝા મૂકી દીધી, આખું શરીર લથબથ થઈ ગયું, માથાના વાળ છૂટા થઈ ગયા. રુકિમણની આ દશા જોઈ એટલે તરત ભગવાન કૃષ્ણ ચેતી ગયા, પલંગ પરથી નીચા ઊતરી ખોળામાં એનું માથું લઈ જાને પંખે કરવા લાગી ગયા અને પિતાના જ કેમળ કરથી આંસુ લૂછી નાખ્યા. ના.