________________
૫૦૪
અંબેડ વાળે અને આ મતલબે કહ્યું : “મારી વહાલી ! તું કેવી ભાળી ભટાક છે. મેં તે જરાક વિનેદમાં કહ્યું. મને તારી જરાક મજાક કરવાનું મન થયું, ત્યાં તે તું બહાદુર હોવા છતાં કાયરની જેમ રડી પડી ! તું એટલું નથી જાણતી કે તારા વિના મને ક્ષણ વાર પણ ક્યાં ગમે છે ? બસ પાછી રુકિમણું રાજી રાજી થઈ ગઈ અને સમજી ગઈ કે આ માત્ર ભગવાન કૃષ્ણની મજાક નહોતી, પણ મારા માં આવેલા અહંકાર–દેવને સાફ કરવા માટે જ તેઓએ આ કળા કરી છે. આમ પ્રણયરસ વધે અને અહંકારની આગ મટી શીતળતા વ્યાપી રહી,
અનિરુદ્ધ લગ્ન અને શત્રુવધ
અનુટુપ ઇચ્છે નહીં પિતા તોયે, પુત્રી વરે સ્વયં તદા; માનવું જ પડે અંતે, છતે ગુણે સમાજમાં. ૧ સ્વીકારી ત્યાં સગા રૂપે, સામાને રીઝવી પછી; દગાબાજી ચલાવે છે, હારે અંતે દગો થકી. ૨
બ્રહ્મચારી શુકદેવજીએ કહ્યું : ભગવાન કૃષ્ણને પ્રત્યેક પત્નીના ગર્ભથી દશ દશ પુત્રો થયા. તેઓ બધા રૂપ, બલ આદિ ગુણોથી ભગવાનથી ઓછા ભાગ્યે જ હતા. ભગવાન કૃષ્ણની લીલામય કૃતએથી તે સૌ રાણીઓને એમ જ લાગતું કે, હું બધી જ પત્નીઓમાં વધુમાં વધુ માનીતી છું, અને તેથી ભગવાન કૃષ્ણને પાસે બેસી જમાડવા હોય કે પછી પગ ધોવા વગેરે જે સામાન્ય સેવાનાં કાર્યો હેય, તે પણ જાતે કરવા જ લાલાયિત રહેતી હતી. દરેકને અનેક નોકરાણુઓ હોવા છતાં ભગવાનની સેવા ને તે પોતે જ