________________
૫૦૧
આદિ પ્રચંડ શસ્ત્રોની વર્ષા કરવા લાગ્યા. પરંતુ પરીક્ષિતજી ! ભગવાનની શક્તિ તે અમેઘ અને અનંતી છેભગવાને પોતાનાં જ બાણે વડે એમનાં કટિ કોટિ શસ્ત્રાના તલતલ જેવા ટુકડા કરી નાંખ્યા. બધાય તે યમરાજ દ્વારે પહોંચી ગયા ! પછી તો અતિ કૈધ કરી ખુદ ભૌમાસુર જ સમુદ્ર બહાર આવ્યું અને શતારિ નામની પિતાની શતક્ની ભગવાન પર અને સત્યભામા પર ચલાવી અને તેના બધાય સૈનિકોએ એકીસાથે જ પિતપોતાનાં શસ્ત્રાસ્ત્રો છેડ્યાં. ભગવાને પણ ચિત્રવિચિત્ર પાંખોવાળાં તીખાં તીખાં બાણ ચલાવી તે બધાંને તોડી પાડ્યાં.
હવે બધા હાથીઓ પણ યુદ્ધભૂમિ છેડી છેડી નગરીમાં પાછા ઘૂસી ગયા અને એકલે ભીમાસુર રહી ગયે. ગરુડ પર તેણે શક્તિ તો ચલાવી પણ તેમાં તે ન ફાવ્યો. છેવટે ભગવાન કૃષ્ણ પર ત્રિશલ ઉઠાવ્યું તે ખરું, પણ તે ફેક તે પહેલાં જ છુરા જેવા ચક્રથી હાથી પર બેઠેલા તે ભૌમાસુરનું માથું જ ભગવાને ઉડાવી દીધું. તે સુંદર મુકુટ અને કુંડલથી ઝગમગતું માથું પૃથ્વી પર પડયું. ભીમાસુરનાં સગાં હાયહાય કરવા લાગી ગયાં પણ ઋષિએ “સાધુ સાધુ” કહેવા અને દેવે ફૂલે વરસાવવા લાગી ગયા હવે પૃથ્વી ભગવાન પાસે આવી. તેણુએ તરત જ ભગવાનના ગળામાં વૈજયંતી માળા પહેરાવી દીધી; અદિતિમાતાને ઝગમગતાં કુંડલ, વરુને છત્ર અને ઈને મણિપર્વ આપી દીધાં. હાથ જોડી સ્તુતિ ખૂબ કરી. ત્યાર બાદ રાજાઓની જે કન્યાઓ ભોમાસુર લાવે, તે સર્વ કન્યાઓએ ભગવાનને ખુબ પ્રગુપમાવપૂર્વક પતિરૂપે પસંદ કરી લીધા. તેથી અઢળક સંપત્તિ અને ચેસઠ ચાર દાંતવાળા હાથીઓ સાથે તે સોને ભગવાન કૃષ્ણ પનીરૂપે સ્વીકારી દ્વારિકા નગરીમાં મોકલી દીધી !