________________
૫૦૦
તેજધારી હતું. તે એટલે તો ભયંકર હતો કે એની સામે કેઈથી આંખ ઉઠાવીને દેખવું પણ આસાન નહોતું. જાગતાં વેંત તેણે પોતાનું ત્રિશલ ઉપાડયું અને એવી રીતે તે ભગવાન તરફ દોડી આવ્યો, જાણે મોટા સાપ ભણું ખુદ ગરુડ દોડ હાય એ વખતે એવું જણાયેલું કે જાણે તે પિતાનાં પાંચ મુખો વડે ત્રણે લોકને ભરખી જશે. એણે પોતાના ત્રિશલને મોટા વેગથી ફેરવ્યું અને ગરુડજી પર પર ચલાવ્યું અને પછી પિતાનાં પાંચેય મુખેથી ઘોર સિંહનાદ કરવા લાગી ગયો. એના સિહનાદનો મહા શબ્દ પૃથ્વી, આકાશ, પાતાળ અને દશે દિશાઓમાં ફેલાઈ આખા બ્રહ્માંડમાં વ્યાપી ગયે. ભગવાને જોયું કે મૂરદૈત્યને ત્રિશલ ગરુડજી તરફ તીવ્ર અને મોટા વેગથી આવી રહ્યું છે, ત્યારે પિતાનું હસ્તકૌશલ દેખાડીને ફૂર્તિથી એમણે બે બાણ માર્યા, જેથી પિલું ત્રિશલ તે કપાઈને એના ત્રણ ટુકડા થઈ ગયા. વળી મૂરદૈત્યના મોઢા ઉપર બહુ બહુ બાણ માર્યા તેથી તે મૂરદૈત્યે ખુદ ભગવાન પર પિતાની ગદા ચલાવી. પરંતુ ભગવાનની સામેથી આવેલી ગદાએ, તે દૈત્યગદાના ચૂરેચૂરા કરી નાખ્યા. હવે તે અસ્ત્રવિહીન થવાને કારણે પોતાની ભુજાઓ ફેલાવી ભગવાન કૃષ્ણ તરફ દેડક્યો અને જેવો તે દોડવા લાગ્યું કે તરત જ પિતાના ચક્રથી ભગવાને મૂરદૈત્યનાં, જેમ કુંભાર સરળતાથી માટલાં ઉતારે તેમ રમતમાં પાંચ માથા ઉતારી નાખ્યાં ! શિર કપાતાં જ મુર દૈત્યનું પ્રાણપંખેરું ઊડી ગયું અને ઈદ–વજથી જેમ શિખર કપાઈ સમુદ્રમાં પડે તેમ તેનું શરીર પાણીમાં પડયું.
તે દૈત્યના સાત પુત્રો હતા ઃ (૧) તામ્ર (૨) અંતરીક્ષ (૩) શ્રવણ (૪) વિભાવસુ (૫) વસુ, (૬) નભ સ્વાવ (૭) અરુણતે સાતેય પુત્રો પિતાના મૃત્યુથી ઘણું શેકાકુલ થયા અને શસ્ત્રાસ્ત્રથી સજજ બની ફોધપૂર્વક બદલે લેવા માટે દોડી આવ્યા. પીઠ નામના દૈત્યને પિતાને સેનાપતિ બનાવી ભીમાસુરની આજ્ઞાથી ભગવાન શ્રીકૃષ્ણ પર ચઢી આવ્યા અને બાણ, ચક્ર, ગદા, શક્તિ, ઋષ્ટિ અને ત્રિશલ