________________
૪૯૯
બ્રહ્મચારી શુકદેવજીએ કહ્યું: “પરીક્ષિત ! ભીમાસુરે વરુણનું છત્ર, માતા અદિતિનાં કુંડલ અને મેરગિરિ પર વિરાજતા દેવના મણિપ નામના સ્થાનને છીનવી લીધેલું. એને લીધે દેવોના ઈંદ્ર પિોતે ભગવાન પાસે દ્વારકામાં આવ્યા અને વિગતથી ભગવાન શ્રીકૃષ્ણને આ વાત સમજવી.
આ સાંભળી ભગવાન પોતાનાં પ્રિયપત્ની સત્યભામાજીને લઈ ગરુડ પર સવાર થયા અને ભૌમાસુરની રાજધાની પ્ર તિષપુર પહોંચ્યા. પણ ત્યાં પ્રાયોતિષપુરમાં પ્રવેશ કરવો અતિશય દુર્ગમ હતું. કારણ કે એક તે એ નગરીની ચારેકોર પહાડીઓની જબરી કિલ્લેબંધી હતી. વળી શસ્ત્રોને ઘેરા પ્રથમથી જ કરી રાખ્યો હતો. ત્યારબાદ પાણીથી ભરેલી ખાઈ આવતી હતી. એ પછી આગ અને વીજળીની ચાર દીવાલે કરેલી હતી, જેની ભીતરમાં ગેસ બંધ કરીને રાખેલ હતા. અહીંથી આગળ જતાં એ મૂરદૈત્ય નગરની ચારે બાજુ પિતાની દશહજાર ભયંકર અને મજબૂત જાળ બિછાવી રાખેલી હતી. ભગવાન શ્રીકૃષ્ણ પિતાની ગદાથી પહાડોને તેડી–ફાડી નાખ્યા અને શસ્ત્રોની મોરચાબંધીને બાણ વડે છિન્નભિન્ન કરી નાખી તથા ચક્ર વડે અગ્નિ, પાણી અને વાયુની ચારે દીવાલેને તરત -નષ્ટભ્રષ્ટ જ કરી નાખી. પછી એ મૂરદૈત્યની જાળને તલવારથી કાપી-પીને ભગવાન કૃષ્ણ અળગી કરી. ત્યાં ગોઠવેલાં મેટાં યંત્ર બંધ પાડયા હતાં એમને તથા વીરોના હૃદયને શંખનાદ વડે વિદારી નાખ્યાં અને એ નગરના પરકોટાનો ગદા ધરનાર ભગવાને પેતાની ગદાથી જ દવંસ કરી નાખે.
ભગવાન કૃષ્ણના પાંચજન્ય શંખનો અવાજ થયો તે પ્રલયકાળની વીજળીના કડાકા એ મહા ભયંકર હતા. એ સાંભળીને સેનાપતિ મૂરદૈત્યની નિદ્રા તૂટી ગઈ અને તે બહાર નીકળી અ.. એને પાંચ માથાં હતાં અને હમણાં લગી તો તે જળની ભીડ લઈ રહેલો. તે મૂરદૈત્ય પ્રલયકાળના સૂર્ય અને અગ્નિ સમાન પ્રચંડ