________________
૪૯૮
મહા શોર્યનું ઘમંડ ચૂરેચૂરા થઈ ચૂકયું ! હવે ભગવાન કૃષ્ણ તે બધાને દોરીથી બાંધી જેમ નાનું બાળક રમતાં રમતાં લાકડાના બળદને જ ખેંચતું હોય તેમ ખેંચી લીધા. આથી રાજા નગ્નજિત આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. નગ્નજિત રાજાએ પ્રસન્નતાપૂર્ણ હૈયે વિધિસર રીતે પિતાની પુત્રીનું પાણિગ્રહણ કરાવ્યું ને અનેક ગાયો તથા પાર વિનાની સંપત્તિ આપી. રાણીએ, પ્રજાજને સૌ રાજી રાજી થઈ ગયાં. ધામધૂમથી લગ્ન પત્યે વરકન્યાને રથમાં બેસાડી હરખથી વિદાય પણ આપી. જોકે જે રાજાઓ આ કન્યાને નહાતા વરી શક્યા તેમણે સૌ ઈર્ષ્યા કરી એકસાથે ચડી આવ્યા પણ તેમાં તેમનું કશું ન વળ્યું. આવી જ રીતે કેકય દેશની કન્યા ભદ્રા અને મકપદેશની રાજકન્યા લક્ષ્મણ પણ હરી લાવ્યા. આમ ભગવાન કુણનાં લગ્ન બીજી પણ હજારો સ્ત્રીઓ સાથે આ રીતે થયાં હતાં. ભીમાસુર વધ અને અપહૃતાઓનો સ્વીકાર
માલિની નરક-અસુર લાવ્યા, રાજકન્યા હજાર, હરણ કરી પરાણે, રાખીતી જેલમાંહે, તરત છૂટી થતાં તે, મુગ્ધ હૈયાં થકી સૌ, પ્રણયસહિત કૃષ્ણ સત્પતિને વરી છે. ૧
અનુપ્રુપ નરકાસુર મરવાથી, દેત્યહીન ધરા થતાં; જ દે ઋષિ સૌએ, રાજી થયાં ખરેખરાં. ૨ પશુદેવ અને મત્ય સર્વમાં સ્વાર્થ છે રહ્યો, તેથી જ સ્વાર્થ જે જીતે તે આખું જગ જીત ૩