________________
ત્રીજી વખત પાપી કમાણી કરી સમાજમાં દુઃખ-દારિદ્રયને મહાવ્યાધિ ઉપજાવે તેવા પરભક્ષી અજગરનું રૂપ લઈને જે બીજાની આજીવિકી અને જીવન ગળી જઈને પાપ-કમાણી કરનાર અઘાસુર કનૈયાને ગળી ગયે પણ કનૈયાએ પોતાના ધર્મસ્વરૂપને એવું તે વિરાટ કર્યું કે અઘાસુર શ્વાસ પણ ન લઈ શક્યો ને મરણ પામે. તેમાંથી એક પ્રકાશ નીકળી કનયામાં સમાઈ ગયો. કેમ કે કને તેને સમગ્ર શરીર ને પ્રાણુને ઘેરી વળ્યા હતા. આ સુસ્પર્શથી તે પણ પ્રકાશરૂપ બન્યા :
દુરાચારી મહાપાપી, અધમ હિંસ હોય છે;
તેય પાયે પ્રભુસંગ, સદુધમ શીધ્ર તે થત. (પા. ૩૩૯ એક વખત શ્રીદામા તથા સુબેલ વગેરે ગોવાળિયાએ કહ્યું : “તાડવનમાં ધેનુક નામે દૈત્ય છે. તે અને તેના સાથીઓ સૌ ગધેડારૂપે ત્યાં રહે છે, વનમાં પાકેલાં ફળ તેઓ જ લઈ લે છે. બીજાએને તે લેવા દેતા જ નથી. તેના પ્રતિસ્પર્ધા માણસને તે કચ્ચરઘાણ વાળી દે છે. નફાખેરી ને યુદ્ધત્તિએ તેમને એવા તો બેફામ બનાવ્યા છે કે તે કોઈને ગાંઠતા જ નથી. કૃષ્ણબલરામ આ સાંભળી તાડવનમાં ગયા અને ધેનુકાસુર તથા બીજા દૈત્યોને મારી આખું વન નિર્કંટક કર્યું; સૌના માટે ખુલ્લું કર્યું. આમ કૃષ્ણ ભગવાને દૈત્ય-પ્રકૃતિના કુમાનવી, પશુ કે અસુરને સંપૂર્ણ રીતે માર્યા જ; સાથે સાથે ગેપબાળકો દ્વારા ગપસમાજમાં વ્યવહારોને ન્યાયનીતિ અને ધર્માચારના સર્વ ક્ષેત્રોમાં અધ્યાત્મયુક્ત કર્યા. મનુષ્ય હૃદયમાં રહેલી કુટિલતા, દંભ, પાપમય કમાણ અને બજારને વિશિષ્ટ ક્ષેત્રોમાં વર્ચસ જમાવી શેષણ કે નફાથી સામાજિક સફળને મુખ્ય હિસે ગળી જનારી નફાખોરીને સરલતા, સત્ય નીતિ અને સંવિભાગના માનવી–મૂલ્યથી એવી તે સંસકારી કે સ્કૂલ અને સૂકમ બંને પ્રકારની અસુરતા તે જાણે અદશ્ય થઈ ગઈ ને વત્સલતા વિકસવા લાગી;