________________
૨૭
ભય ગેબ થયો અને સલામતી સ્વાભાવિક બની. સમાજની પીડાને સ્થાને સુખશાંતિ અને સમજણ પ્રસરવા લાગ્યાં. મહા બળવાન અસુરે પણ અંતે હારીને હાંફી ગયા; કેમ કે
આત્માની દિવ્ય શક્તિથી, હારે સૌ તવ આસુરી;
ભલે હે બળુકાં તેયે, અંતે હાર એમની. (પા. ૩૬૬) કૃષ્ણની વિભૂતિ એ હતી કે હસતા-રમતા ને ખેલતા-કૂદતા રહી તેમણે વાલબાલોની આત્મશક્તિ ખીલવી, દિપાવી.
બ્રહ્માની કસોટી
શ્રી કૃષ્ણનું સર્વાત્મ-સ્વરૂપ વ્રજવાસીને સ્નેહ, નિજ સંતાનથી વધુ,
શ્રીકૃષ્ણ પ્રભુમાં તેથી, વ્રજ સુભાગી છે ઘણું. (પા. ૩૭૫)
એક વખત બધા ગોવાળિયા પિતાની ગાયોને વનમાં છૂટી મૂકી ભગવાન સાથે ભોજન કરવા બેઠા. બધા ગોવાળિયા ગોળાકારમાં ગોઠવાઈ ગયા અને ભગવાન વચ્ચે બેઠા. ભગવાન પોતે સૌને જમાડતા સ્વયં જમતા જાય છે. પોતે દહીં મિશ્રિત ભાત ખાતા જાય છે. અને સૌ સાથે એકબીજામાં એવા ઓતપ્રોત બની ગયા છે કે તેઓમાં મારા–પરાયાને ભાવ જ નથી રહ્યો. બલરામને જેવી પ્રીતિ કયા પ્રત્યે થાય છે તેવી જ સૌ ગોવાળિયા પ્રત્યે થાય છે અને ગાય પણ જેવી પિતાનાં વાછરડાંને ધવરાવે તેવી બીજાનાં વાછરડાંને ધવરાવે છે. વ્રજનારી પણ પિતાના બાળક જેટલે જ અન્ય બાળકો પ્રત્યે વાર કરે છે. બ્રહ્માજીને આથી ભારે કૌતક થયું. વિશ્વસનાથે પોતે કા–રાગને પ્રગટાવે છે તે પણ આ તો સ્નેહરાગનું સામ્રાજ્ય છે; કામનું તો નામેય નથી, તે હવે તેની પરીક્ષા કરી જોઉં. એમ વિચારીને બ્રહ્માએ વાછરડાં સંતાડી દીધાં. વાછરડ જોવામાં આવ્યાં નહીં એટલે ગોવાળિયા વ્યાકુળ બની ગયા. ભગવાન