________________
४८४
શિશુપાલ પાસે જઈ જરાસંધ રાજા બોલ્યો : “શિશુપાલજી! આપ તે એક ઉત્તમોત્તમ પુરુષ છે. તમને ઉદાસી શેભે ? તરત જ ઉદાસીથી હવે મુક્ત થાઓ ! જુઓ, મને આ જ કૃeણે ત્રેવીસ ગ્રેવીસ અક્ષૌહિણી સેના સાથે સત્તર વાર હરાવ્યું છે તોય હું હિમ્મત હારતે જ નથી. કારણ કે આ જગતને ઠંધમય સ્વભાવ છે. ઘડીકમાં જય, તે ઘડીકમાં પરાજય ! આમ ચક્ર ચાલતું હોય જ છે. હા, કાળ જરા આપણું તરફ આજે નથી તેથી જ તે યદુવંશીની નાનકડી સેનાએ આપણને સૌને અતિશય બળવાન હોવા છતાં હરાવી દીધા છે. કારણ કે અત્યારે કાળ એમની તરફેણમાં છે. તે જ કાળ જરાક આપણી તરફ થશે કે તરત આપણે જ સૌ ને જીતી લેવાના. આમ સમજાવવાથી આખરે તે ચેદિરાજ શિશુપાલ પોતાના મિત્રો સાથે હારેલી સ્થિતિમાં પોતાનું વલું મોટું લઈ પોતાની રાજધાનીમાં પાછા આવી ગયો. એના મિત્ર-રાજાઓ પણ હાર સ્વીકારીને પોતપોતાના રાજ્યમાં પહોંચી ગયા !
શુકદેવજી કહે છે: “હવે રુકિમણીને મોટા ભાઈ રુકમી જે ભગવાન કૃષ્ણનો મહાદ્વેષી હતો, તેનાથી આ બધું સહન ન થતાં તેણે એક અક્ષોહિણી સેનાને સાથે લઈને તરત ભગવાન કૃષ્ણને પીછો કરવે. શરૂ કર્યો. તે મહાબાહુ રુકમી ક્રોધથી લાલચોળ થઈ ગયે હતો. આમ એણે કવચ પહેરી તથા ધનુષ્ય ધારણ કરીને આવી દઢ પ્રતિજ્ઞા કરી નાખી : “જ્યાં લગી હું આ કૃષ્ણને મારી ન શકું, ત્યાં લગી મારી કુંડનપુર રાજધાનીમાં હું પાછે નહીં ફરું !” એમ બેલી તરત રથ પર તે સવાર થઈ ગયો. સારથિને હુકમ કરતાં કહ્યું : “જ્યાં પેલે કૃષ્ણ હોય ત્યાં તું મને તરત પહોંચાડ. હું એના ઘમંડના ચૂરેચૂરા કરી નાખું, શું એ ભરવાડ મારી બહેનને લઈ જઈ શકવાને ?”
શુકદેવજી કહે છે: “જો પરીક્ષિત ! આ રુકમીની બુદ્ધિ કેટલી હદે બગડી ગઈ છે કે તે ભગવાનને મહાપ્રભાવ જાણતો જ નથી,