________________
૪૮૩
સવૈયા એકત્રીસા રજોગુણથી તમન્ જિતાતું, રજસ્ જિતાતું સવગુણે, આમ સવથી રજસ્તમસૂ બે જિતાય જેથી જગત બને. ગુણાતીત પ્રભુ અંગ–ભક્ત છે, તેયે સવ-ગુણનિધિ રહે, એમ જગત ચાહે ત્રિગુણે પણ, ભક્ત ત્રિગુણાતીતે વહે. ૩
બ્રહમચારી શુકદેવજી કહે છે: “જે, પરીક્ષિત ! આમ જ્યારે ક્રોધાગ્નિથી ભભૂકી ઊઠેલા બધા રાજાઓને રુકિમણું સાથે વિમાનમાં બેઠેલા ભગવાન કૃષ્ણ પાછળ ચઢી આવેલા જોયા કે તરત યદુવંશી સૈનિકે પણ સમજી ગયા અને ઊભા રહી ધનુષ્ય ટંકાર કર્યો. પછી તો જરા ઘૂમીને સીધા લડાઈમાં ઉતરી ગયા. જરાસંધ રાજાના ઘણા સૈનિકે ધનુર્વિદ્યાના મર્મજ્ઞ હતા. એમણે યદુવંશીઓ પર જાણે મૂસળધાર વરસાદ વરસતો હોય, તેમ શસ્ત્રાનો વરસાદ વરસાવી દીધો. આ દશ્ય જ્યારે રુકિમણીજીએ દૂરથી જોયું કે તેણીએ ભયભીત નેત્રોથી ભગવાન કૃષ્ણ સામે લજજાની સાથે સાથે નિહાળી લીધું. તરત ભગવાને હસીને કહ્યું : “પરમ સુંદરી ! ગભરાવાનું કાંઈ કારણ નથી. હમણું જ તમારી આ યદુવંશી સેના શત્રુસેનાને નષ્ટભ્રષ્ટ કરી નાખશે !” આ બાજુ યદુવંશી સેનામાં પણ ગદ, સંકર્ષણ વગેરે મહાન શક્તિશાળી સેનાનાયકે હતા. તેઓએ થોડી જ વારમાં જરાસંધની સેનાને છિન્નભિન્ન કરી નાખી. આમ થોડી જ પળામાં જરાસંધ સહિતના બધા રાજા યુદ્ધમાં પીઠ દેખાડી પાછા વળી ભાગી ગયા.
પેલી બાજુ શિશુપાલ પિતાની ભાવિ–પત્ની-કપેલી રુકિમણું આમ છિનવાઈ જવાથી જાણે મરવા પડ્યો હોય તેવો છેક નિરાશ બની ગયો. ન તો હાદિક ઉત્સાહ એનામાં રહ્યો કે ન તો રહી -શરીરકાન્તિ ! એનું મેટું પણ સુકાઈ ચૂક્યું હતું. આવી સ્થિતિમાં