________________
૪૮૧
પ્રવેશ કર્યો. વિધિવિધાન જાણનારી વૃદ્ધ બ્રાહ્મણુઓએ વિધિસર શંકર ભગવાનને અને શંકર ભગવાનનાં અર્ધાગિની ભવાનીને પ્રમાણ કરાવ્યા ત્યારે રુકિમણી બાલી, “હે માતેશ્વરી ભવાની, આપની ગાદમાં બિરાજેલા પુત્ર ગણેશજીને તથા આપને પણ હું વારંવાર નમરકાર કરું છું. માતા તથા માતાપુત્ર આપ બને એવા આશીર્વાદ આપે કે મારી ઊંડા અંતરની ઇચ્છા ભગવાન શ્રીકૃષ્ણને પતિ બનાવવાની છે, તે જ મારા પતિ બની રહે.'
એ પ્રાર્થના પછી તેણુએ જલ, સુગંધ, અક્ષત, ધૂપ, વસ્ત્ર, માલા, હાર, આભૂષણ, નૈવેદ્ય, ભેટ અને આરતી આદિ સામગ્રીઓથી અંબિકાદેવીની પૂજા કરી. ત્યાર બાદ ઉપર કહેલી સામગ્રી ઉપરાંત મીઠું , પાન, કંઠસૂત્ર, ફલ અને શેરડી વગેરે સાથે સહાગણ બ્રાહ્મણીએની પણ પૂજા કીધી. ત્યારે તે સોહાગણ બ્રાહ્મણીએ રુકિમણીજીને પ્રસાદ આપી આશીર્વાદ દીધા. લાડીરૂપ રુકિમણીજીએ બ્રાહ્મણી અને ભવાની માતાને પગે લાગી પ્રસાદ ગ્રહણ કર્યો અને મૌન તેડયું. રને જડેલી વીંટીથી ઝગમગતા કરકમલ દ્વારા એક સખીનો હાથ પકડી તે ગિરિ મંદિરેથી બહાર આવી, પરીક્ષિત ! જાણે ભગવાનની ખુદ માયારૂપિણી રુકિમણીજી અત્યારે તો મોટા મોટા ધીર–વીર પુરુષોને પણ મેહ પમાડી દે તેવી બની ગઈ હતી. તેણીની કેડનો ભાગ તો એ પાતળા અને મને ડર લાગતો હતો કે ખુદ મદન પતે પણ મુગ્ધ બની જાય તેણુના મુખમંડલ પર કુંડલીની શોભા ઝગમગતી હતી, જવાનીને થનગનાટ વ્યાપી ગયે હતો, નિતંબ અને વાળ એમ એક એક અંગ અને ઉપાંગ સુંદરતાની પ્રતિમા બની ગયું હતું. જાણે કંઈક શોધી રહી હોય તેવી તેણીની આંખો ચોમેર જાણે આડકતરી રીતે ઘૂમતી હતી. હઠ પર મીઠું મધુરું માનું સ્મિત શોભી રહ્યું હતું. આમ તે તેણુંના દાંત ચેખા
પ્રા. ૩૧