________________
४८०
ભાઈ ! આપણુ રાજકુંવરી રુકિમણીજી આ ભગવાન કૃષ્ણની જ અર્ધા ગિની થવા ગ્ય છે અને ખરેખર તો પરમ પુણ્ય મૂર્તિ તેઓ જ તેણીના પતિ તરીકે બરાબર બંધબેસતા અને સુયોગ્ય છે. બીજે કઈ પુરુષ રુકિમણીને પતિ થવા યોગ્ય નથી. આપણાં સૌદર્યમતિ રાજકુંવરી રુકિમણ સિવાય આ સાંવરી સુરત માટે બીજી કોઈ નારી એમની પત્ની પણ થવા ગ્ય નથી. આ બન્નેને સંગ જ મણિકાંચન સુયોગ છે. એમાં ફેરફાર થે યોગ્ય નથી જ. અમે તે અમારાં જે કાંઈ પુણ્ય કર્યા હોય તેના બદલામાં પ્રભુ પાસે આ જ યુગલની યાચના કરીએ છીએ !!!”
જ્યારે પરીક્ષિત ! નાગરિકે આવી રસભર વાતો કરી રહ્યા હતા. તેવામાં જ રાજકુમારી રુકિમણું પિતાને રાજભવનના અંતઃપુરમાંથી નીકળી પાર્વતી દેવીનું મંદિર તરફ જતી દેખાઈ ઘણું સૈનિક રાજકુંવરીની રક્ષા માટે ઉપસ્થિત હતા. રુકિમણીનાં ચરણે તે પાર્વતીદેવીના મંદિર ભણી પડતાં હતાં પણ તેણુના હદયથી તો તેણે ભગવાન મૂકુંદના ચરણાવિંદનું જ ધ્યાન ધરી રહી હતી, કૃષ્ણમાં જ તન્મય બની રહી હતી. પોતે મૌન દશામાં હતી અને તેણીની વડીલ માતાઓ તથા સખીઓ બધાંએ એને ઘેરી લીધેલી. સૈનિકે પણ શાસ્ત્ર સાથે અને કવચ સાથે રુકિમણીની રક્ષા કરી રહ્યા હતા. વાજગાજના ગડગડાટ થઈ રહ્યા હતા. બ્રાહ્મણ પત્ની ગરાણીઓ પણ સજધજ બની ચાલી રહી હતી. અનેક પ્રકારની ભેટ-પૂજાની સામગ્રીઓ સાથે શ્રેષ્ઠ વારાંગનાઓ પણ સાથે ચાલી રહી હતી. ગવૈયાઓ સુંદર ગાવું–બજાવવું કરી રહ્યા હતા. સૂત, માગધ અને બંદીજને લાડીઓની ચારે બાજુ જય–જયકારના નાદ પિકારી રહ્યા હતા, ગુણવર્ણન જોરદાર રીતે કરી રહ્યા હતા. પાર્વતીના મંદિરમાં પહોંચતાં જ પ્રથમ રુકિમણુજીએ પિતાના સુકોમળ હાથ–પગ ધોયા, આચમન કર્યું. એ પછી બહારથી અને ભીતરથી પવિત્ર અને શાંત ભાવથી જોડાઈને અંબિકાદેવીના મંદિરમાં