________________
રુકિમણી હરણું
પતિ-પત્ની થવા જન્મે, પ્રભુ ને પ્રભુભક્તા જ્યાં; સમાજ નિયમે છેડા, બદલાઈ જતા તિહાં. ૧ કિંતુ તેમાં ખૂબી એક, મૌલિકત્વ ટકી રહે; જે મૌલિકતવમાં સત્ય-પ્રેમ-ન્યાય સુખ મળે. ૨ ભગવાન કૃષ્ણ ને ભક્તા રુકિમણની કહે કથા; સ»ણય પછી શુદ્ધ પ્રેમ આપી શકે યથા. ૩
બ્રહ્મચારી શુકદેવજી બોલ્યા : “પરીક્ષિત ! જ્યારે રુકિમણું કુંવરીના પિતાજી રાજ ભીમેકને ખબર પડી કે ભગવાન શ્રીકૃષ્ણ અને મહાન બલરામજી અહીં પેતાની પુત્રીના વિવાહ સમયે આવી રહ્યા છે, ત્યારે તેએાએ વાજતે – ગાજતે તેઓના સ્વાગતની પૂરી તૈયારી કરી લીધી અને પૂજાની સામગ્રી સાથે જાતે પિતાની આગેવાની સહિત સામે લેવા ગયા. મધુપર્ક, ચેખાં વસ્ત્ર અને ઉત્તમોત્તમ ભેટ આપી વિધિસર એમની પૂજા પણ કરી. કારણ કે તેઓ પૂરેપૂરા બુદ્ધિશાળી હતા અને ભગવાન કૃષ્ણ તરફ તેઓનાં સદ્દભાવ અને ભક્તિ પણ હતાં જ! ભગવાનને સેના અને સાથીઓ સહિત સમગ્ર સામગ્રીઓથી યુક્ત સ્થાનમાં રખાવ્યા તેમજ પૂરું આતિથ્ય પણ કર્યું. વિદર્ભરાજ ભીષ્મકના નિમંત્રણે બીજા પણ જે રાજાઓ આવેલા તેમનું પણ તેઓએ માનસહિત સવાગત સન્માન કર્યું.
નગરવાસીઓને ખબર પડી, કે ખુદ ભગવાન કૃષ્ણ પધાર્યા છે, એટલે તેઓ બધા વગર કહ્યું સંખ્યાબંધ તેમની તહેનાતમાં આવવા લાગ્યા અને જાણે સૌએ આખાના પ્યાલાથી દર્શનરૂપી અમૃત ભરી ભરીને પીધું. માંહમાંહે કહેવા પણ લાગ્યા, કે, સાચું પૂછો તો