________________
શિશુપાલને વાગ્દાન અને કૃષ્ણનું આગમન
ઘારેલું મનમાં જરૂર ફળતું, નિર્વ્યાજ જે ભક્તિ હે, નિષ્ઠા એક રહી વળી દિલ મહીં, જે શુદ્ધ ને સત્ય તે; છો દેહે ઉભયે રહ્યા અલગ ને, લિંગેય નારી-નરે, તોયે ત્યાં થઈ જાય એકરૂપતા, ના દ્રત રે'તું ખરે. ૧
નિસર્ગ ત્યાં પૂરે સાક્ષી સંકેત દઈ વિવિધ; આખરે પિંડ-બ્રહ્માંડે, વ્યાપેલું તત્ત્વ એક જ
૨
શુકદેવજી કહે છેઃ “રાજન્ પરીક્ષિતજી ! કુંડિનપુરથી દ્વારિકામાં આવેલા ભૂદેવ પાસેથી ભગવાન કૃષ્ણ જાણું લીધું કે પરમદિવસ રાત્રે જ રુકિમણીનાં લગ્ન નકકો છે, ત્યારે સારથિને બેલાવી તેમણે કહ્યું: “ભાઈ દારુક ! હવે જરા પણ વિલંબ કર્યા વગર તું આપણે રથ જોડી લાવ!' જેવી ભગવાન કૃષ્ણની આજ્ઞા થઈ કે તરત સારથિ દારુક શૈખ્ય, સુગ્રીવ, મેઘપુષ્પ અને બલાહક એવા ચારેય ચુનંદા ઘેડાએ જે ડી ત્યાં ઝટઝટ રથ લઈ આવ્યો. પ્રથમ તો ભગવાને તે
થમાં બ્રાહ્મણ દેવતાને બેસાડયા અને પછી તે રથ પર ચઢીને પિતે બેસી ગયા અને એ શીધ્રગામી ઘોડાઓ દ્વારા એક જ રાતમાં આનર્ત દેશથી વિદર્ભ પ્રદેશમાં આવી પહોંચ્યા.
અહી કુડિનપુરના રાજવી ભીષ્મક રાજા પિતાને વડીલપુત્ર રુકમીના આગ્રહવશ અને નેહવશ થઈ પોતાની આ સુંદર કુંવરીની ઈચ્છા ન હોવા છતાં શિશુપાલ સાથે તેનાં લગ્ન કરાવી દેવાની તૈયારી માં પડયા હતા. નગરીને સાફસૂફ કરી ચિત્ર-વિચિત્ર રંગબેરંગી નાનીમોટી ધ્વજાપતાકાઓથી સજાવી દીધી હતી. નગરીનાં નર-નારીઓ પણ હાર, અત્તર ફુલેલ, ચંદન, ઘરેણાં અને નિર્મળ વસ્ત્રાથી સજજ