________________
४७७
થયાં હતાં. ત્યાંનાં સુંદર સુંદર ઘરમાંથી અગરુ ધૂપની સુગંધ ફેલાઈ રહી હતી. પરીક્ષિત ! ભીમક રાજાના પિતુ અને દેવતાઓનું વિધિપૂર્વક પૂજન કરીને બ્રાહ્મણોને ભોજન કરાવાયું અને સ્વસ્તિવાચન પણ કરાવાયું. સુદંતી અને પરમ સુંદરી એવી રાજકુમારી રુકિમણીને સ્નાન કરાવાયું. એના હાથમાં મંગલસુત્ર અને કંકણ પહેરાવાયાં. તેણીને વસ્ત્રાભૂષણોથી સજાવી દીધી. વિદ્વાન બ્રાહ્મણેએ સામવેદ,
વેદ અને યજુર્વેદના મંત્રોથી તેણીની રક્ષા કાજે અને અથર્વવેદના વિદ્વાન પુરોહિતેાએ ગ્રહશાંતિ માટે હવન–હોમ કર્યા. રાજ ભીષ્મક પિત કુલપરંપરા અને શાસ્ત્રીય વિધિઓના ખરા જાણકાર હતા. એમણે સોનું, ચાંદી, વ, ગોળ મિશ્રિત તલ તથા ગાયો બ્રાહ્મણોને ભેટ આપી. જેમ કુંડિનપુરમાં પિતાની સુકુમારી કુંવરીના મંગલ માટે ભીમક રાજ વિવાહ સંબંધી વિધિ કરાવી રહ્યા હતા તેમ ચેદિનરેશ રાજા દમોષ પણ પિતાના પુત્ર શિશુપાલ માટે મંત્રજ્ઞ બ્રાહ્મણ પાસે પિતાના પુત્રનાં લગ્નને કાજે મંગલકૃત્ય કરાવતા હતા. તે પછી તેઓ મદ ઝરતા હાથી, તેનાથી સજાયેલા રથે, પાયલ તથા ઘોડેસવારની ચતુરંગિણી સેના સાથે લઈને કુડિનપુર આવી પહોંચ્યા. વિદર્ભરાજ ભીમક રાજાએ પણ આગળથી આવીને એમનાં સ્વાગત-સત્કાર તથા પ્રથા મુજબનું અર્ચન-પૂજન કર્યું. તે પછી પહેલેથી નક્કી કરેલ એવા “જાનીવાસામાં તેમને ઉતારે કરાવ્યો.
તે જાનમાં શાવ, જરાસંધ દંતવક્ત્ર, વિદૂરથ અને પોંડૂક આદિ શિશુપાલના સેંકડો રાજવી મિત્રો પણ આવ્યા જ હતા. તે બધા રાજાઓ ભગવાન શ્રીકૃષ્ણ તથા શ્રી બલરામથી વિરુદ્ધ પણ હતા જ. અને તે બધા એમ જ ઇચ્છતા હતા કે રુકિમણી પિતાના પરમ મિત્ર શિશુપાલને જ વરે, એવા મક્કમ વિચાર સાથે જ બધા આવેલા છે અને એમ પણ મનમાં વિચારી નાખેલું છે કે ભગવાન શ્રીકૃષ્ણ અને શ્રી બલરામજી યદુવંશીઓ સાથે આવીને જો કન્યા