________________
૪૭૫
મેટીમાટી સેના સાથે શિશુપાલ રાજવી અને એના જેવા મિથ્યાભિમાની એના મિત્રરાજા જરાસંધ આદિ આવી રહેલા સંભળાય છે, તે સૌને વેરિવખેર કરી નાખા, છિન્નભિન્ન કરી નાખે. રાક્ષસવિધિથી વીરતાનું મૂલ્ય ચૂકવી મારું પાણિગ્રહણ કરી લે. અમારે ત્યાં કુલપરંપરાને એક રિવાજ છે કે લગ્ન જેનાં થવાનાં હૈય તે કન્યાઓને પ્રથમ પ્રથમ નગર બહાર મેટા જલસા સાથે ધામધૂમથી ગિરિજા (પાર્વાંત) દેવીના મંદિરમાં જવાનું હેાય છે. તે વખતે આપ મને ખુશીથી અને સરળતાથી લઈ જઈ શકશે. જો ભગવાન શંકર જેવા પણ આપની ચરણુરજને માથે ચઢાવી ધન્યતા અનુભવે છે, તે તે ચરણરજને પ્રસાદ ગમે તેટલું તપ કરવું પડે અને ગમે તેટલા જન્મ જન્માંતરા કરવા પડે, તાય તે હું પ્રાસ કર્યા વિના તમને છેડવાની નથી જ નથી, આ મારા વજ્ર સંકલ્પ છે.'
શુકદેવજી મેલ્યા : ‘પરીક્ષિતજી ! એકાગ્ર ચિત્તથી ભૂદેવતા પાસેથી રુકિમણીજીને આ ગુહ્ય સ ંદેશા સાંભળી ભગવાન કૃષ્ણ એમના હાથ પકડી સસ્મિતપણે ખેાલી ઊઠ્યા : અહા ! દિલબર દિલ તે આનું નામ! ભલે હું ચોદેય લેક અથવા ત્રિભુવનને! સર્વે સર્વા નાથ હાઉ', પણ ભક્તજનોના તા દાસાનુદાસ જ છું. ડિનપુરના ભૂદેવતાજી! આત્મસ્પર્શી દિલ-પ્રત્યુયથી ચાહતી મારી એ રુકિમણીની મનેવાંચ્છના હું કાઈપણુ ભાગે પૂરી કરવા હર પળે તૈયાર છું. જાવ એ મારી જ થઈ ચૂકેલી રુકિમણીને કહી દે કે, કશી ચિન્તા ન કરે, હું સમયસર અવશ્ય ત્યાં આવી જ પહેાંચીશ.' પેાતાનું કામ આટલું વહેલું એને સંપૂર્ણ પણે સફળ થયેલું નીરખી ગારમહારાજ નવજુવાનની જેમ હરખી ઊંચા !”