________________
૪૭૪
માટે સમજાવી શકુ તેમ નથી. અહે, પ્રેમસ્વરૂપ! શ્યામસુંદર ! કુલ, શીલ, સ્વભાવ, સૌં, વિદ્યા, અવસ્થા, ધન–ધામ એમ કાઈ પણ દિષ્ટએ જોતાં આ જગતમાં મારે મન એકલા આપ જ અજોડ છે. મનુષ્યલેાકમાં જેટલાં પ્રાણી છે. તેમાં કેઈ એક પણ આપની તાલે આવી શકે તેમ નથી. હવે હું પુરુષભૂષણુ ! આપ જ વિચાર કરે અને મને દર્શાવે। કે કુલવંતી, ગુણવંતી અને ધૈવ ંતી વિવાહયેાગ્ય એવી કંઈ કુારિકા આ જગતમાં હશે કે જે આપના સિવાય ખીજા કાઈ પુરુષને પતિભાવે પસંદ કરશે? આ બધે! વિચાર કરી હું મારા પ્રિયતમ! આ કારણે જ મેં આપની એકની જ પતિરૂપે પસંદગી આ પહેલાં જ કરી લીધી છે, આપ અંતર્યામી હેાત્રાથી મારા મનની આ વાત આપે તેા આ પહેલાં પણુ જાણી જ લીધી છે એવું હું નિશ્ચિતપણે માનું છું. આ સર્વ પ્રકારે સમર્પિત થયેલી દાસીરૂપ આપની પત્નીને અહીં પધારી એને હાથ આપ વિધિસર સ્વીકારી લે. કમલનયન ! અહે। મારા પ્રાણવલ્લભ ! આપ જેવા વીરીત્તમ સિંહને વરેલી એવી આ રુકિમણીના હાથને રખે શિશુપાલ રાજવી જેવું શિયાળ ભૂલ્યે-ચૂકને પણ અડી જાય ! ખેાટી જાય ! કહેવાય છે કે બહુ પુણ્યપુંજને લીધે આ માનવજન્મ મળ્યા છે, તેા હું બધા વડીલા-દેવતાઓને વંદન કરી વીનવું છું કે આપ સૌ ખરેખર મારા પર રાજી હૈ। અને છેા, તા વહેલામાં વહેલી તક હવે શિશુપાલ અહીં આવે તે પહેલાં જ અહી' આવી મારા હાથ મારા હૃદયસ્વામી શ્રી કૃષ્ણે જ પોતાના મજબૂત હાથમાં લઈ પ્રણયપૂર્ણ હૃદયે હેતથી ચાંપી દે! સાંભળ્યું છે અને શ્રદ્ધુ પણુ છું કે આપ સદૈવ અજેય છેા, આપને કાઈ જીતી શક્યું નથી અને જીતી શકવાનું નથી. એટલે મારા મેટાભાઈએ પોતાના સખા રાજવી શિશુપાલ સાથે મારા લગ્નનું નક્કી કરી નાખ્યું છે. તે વહેલા વહેલા લગ્નના આગલા દિવસે જ વિદર્ભની આ રાજધાની ડિનપુરમાં આપ આવી પહેાંચીને, જે