________________
૪૬૫
તથા ભોગોને પણ ત્યજ્યાં. બીજી બાજુ કાળ કેવો સમર્થ છે કે ગોવાળિયે જેમ પશુઓને પિતાને વશ રાખે છે તેમ તે બધી પ્રજાને વશ રાખે છે. તે અર્થમાં કાળ સ્વામી છે. અરે, ભગવસ્વરૂપ પણ છે ! આપનાં સગાં-વહાલાં, રાણુઓ, સંતા વગેરે સૌ આ સમય દરમિયાન હવે કાળવશ થઈ ચૂક્યાં છે. અમારી મટી ત્યાગભરી સેવા બદલ આપ અમારી પાસે જે કંઈ માગવું હોય તે ખુશીથી માગી લો. એકમાત્ર મોક્ષ સિવાય અમે બધું આપી શકીએ તેમ છીએ. કારણ કે મોક્ષ આપવાનું કામ કેવળ અવિનાશી પરમાત્મા ભગવાન વિષ્ણુનું છે.” પરમ યશસ્વી રાજા મુચુકુંદે દેવોનું આ કથન સુણી એમને વંદના કરી અને બહુ જ પોતે થાકેલા હેઈ બીજું કશું જ નહીં, નિદ્રાદેવીનું જ વરદાન માગ્યું; અને એ વરદાન માગીને તેઓ ગુફામાં જઈ નિરાંતે સૂઈ ગયા. દેવોએ એમને એ પણ કહી દીધું કે ભૂલેચૂક્ય પણ આ રીતે સૂઈ ગયેલા આપને વચ્ચેથી જે કઈ મૂર્ખ જગાડશે, તેની તરફ આપની દૃષ્ટિ પડતાં જ, તે બળીને ત્યાં ને ત્યાં ભસ્મીભૂત થઈ જશે.'
આ રીતે રાજા મુચુકુંદથી કાલયવન ભરમીભૂત થયે કે તરત ભગવાન શ્રીકૃષણે તે રાજવીને દર્શન દઈ દીધાં. રેશમી પીતાંબર અને શ્યામલ શરીર, ચાર હાથ, ચોમેરે પ્રકાશ પથરાયેલા અને અભુત સ્વરૂપ જોઈ પિતે બુદ્ધિમાન હોવા છતાં જરા શંકા લાવીને રાજાએ પૂછી નાખ્યું: “આપ કોણ છે ? આ ઘનઘોર જંગલમાં આપ કેમ વિચરી રહ્યા છે ? અને તેમાં પણ આ ગુફામાં પધારવાનું આપને શું પ્રયોજન છે? આપનું આવડું મોટું તેજ હાઈ આપ અગ્નિ તો નથી ને ? સંભવ છે કે આપ કઈ બીજ લોકપાલ, સૂર્ય, ચંદ્ર અથવા દેવરાજ ઇન્દ્ર હા ! ખરેખર તો મારી સમજ મુજબ આપ દેવના પણ આરાધ્ય દેવ એવા બ્રહ્મા, વિષ્ણુ તથા શંકર એ ત્રણ પિકીન વિષ્ણુ ભગવાન લાગે છે, કારણ કે આટલું બધું તેજ અન્યથા
પ્રા. ૩૦