________________
કે ભગવાનની લીલા કેવી અકળ છે ! ત્યાં એક સૂતેલા માનવીને શ્રીકૃણ જાતે સૂતા છે એમ માની જેવી કાલયવને લાત મારી કે તે સતે માનવી જાગી ઉઠયો અને એને રેષ ભભૂકી ઊઠયો. જેવી તે એના તરફ દષ્ટિ ફેંકી કે તરત ચારે બાજુ કાલયવનના ફરતી આગ પ્રજવળી ઊઠી. તે થોડી ક્ષણોમાં બળીને ખાખ થઈ ચૂકયો.”
મુચુકુંદ–કથા
અનુકુ૫ આસક્તિવશ છે સૌ, ભમે કાળવશે ભવે, ન ભમે તે અનાસક્ત, પ્રભુને શરણે ગયે. ૧ જગતનાં અનિષ્ટો જે, ફેરવી પુરુષાર્થને, દૂર કરી શકે તેનું સંસારે જીવ્યું સાથે છે. ૨
બ્રહ્મચારી શુકદેવજી કહે છે: “...પરીક્ષિત ! પર્વતની ગુફામાં જઈને સૂઈ ગયેલા, તે માંધાતાના પુત્ર રાજા મુચુકંદ હતા! તેઓ બ્રહ્માજીના પરમ ભક્ત, સત્યપ્રતિજ્ઞ અને મહાપુરુષ હતા. એક વાર દ્રાદિ દેવતાઓ અસુરેથી ખૂબ ભયભીત થઈ ગયેલા તેથી તેઓ એ (દેવોએ) આ રાજા મુચુકુંદ પાસે જઈને પ્રાર્થનાપૂર્વક પોતાની રક્ષા માગી. ત્યારે તેઓએ ઘણા લાંબા વખત લગી દેવોની બરાબર રક્ષા કીધી. પણ ઘણું દિવસ પછી દેવોને સેનાપતિના રૂપમાં સ્વામી કાર્તિકેયજી મળી ગયા, ત્યારે દેવોએ રાજા મુચુકુંદને કહ્યું: “રાજન ! આપે અમારી રક્ષા કરવા માટે ઘણા ઘરે શ્રમ અને કષ્ટો પણ વેઠયાં. હવે આપ વિશ્રામ કરે. વીર શિરોમણિ! આપે અમારી રક્ષા કાજે આપનું મનુષ્યલોકનું રાજ્ય છોડવું અને જિંદગીની આકાંક્ષાઓ