________________
૪૬૩
પર કદાચ એન્નીસાથે જરાસંધના અને કાલયવનના એમ બે હુમલાઆ આવી પડે. હવે આપણે અને ભાઈએ કાલયવનની સાથે જ જો લડવામાં પડી જઈશું, અને તે જ સમયે જરાસ ́ધ પણુ યુદ્ધ માટે આવી પહેાંચશે, તે આપણા બધા જ યદુવંશી ભાઈઓને ખાત્મા કરી નાખશે અથવા કેદ કરી પેાતાની રાજધાનીમાં લઈ જશે. એટલે આપણે આજે એક એવા કિલ્લા બનાવી દઈએ કે જેમાં કાઈ પણુ મનુષ્ય માટે પ્રવેશ કરવે જ કહ્યુ થઈ પડે. આપણાં સગાં સંબધી
ને એ કિલ્લામાં જ પઢોંચાડી ઈએ અને પછી એ યવનના વધ કરાવીએ. બલરામજી સાથે આ જાતની સલાહ-મસલત કરીને ભગવાન શ્રીકૃષ્ણે સમુદ્રમાં જ એક એવું દુમ નગર બનાવી મૂક્યું કે જેમાં બધી વસ્તુએ અદ્ભુત હતી અને એ નગરની લંબાઈ-પહેળાઈ અડતાલીસ ગાઉની હતી. એ નગરની એક એક વસ્તુમાં {વશ્વકર્માનું વિજ્ઞાન (એટલે કે વાસ્તુવિજ્ઞાન) અને શિલ્પકળાની નિપુણતા ઝળકતી હતી. એમાં વાસ્તુશાસ્ત્ર અનુસાર મેાટી મેટી સડકે, ચેારાએ અને શેરીઓનું યથાસ્થાને ઠીક ઠીક વિભાજન કરાયું હતું. એ નગર એવાં તે ઉદ્યાન અને ઉપવનેાથી રચેલું હતું કે જેમાં દૈવી વૃક્ષે અને લતાએ હતાં. એમાં ચારે વર્ણોની જનતાની વચ્ચે યદુવંશીઓના અગ્રણી રાજ ઉગ્રસેન, વસુદેવજી, બલરામ અને ભગવાન કૃષ્ણના મહેલા ઝગમગી રહ્યા હતા. દેવરાજ ઇંદ્ર બધી સગવડા ભગવાન માટે કરાવી દીધી. માણસને જ્યાં ભૂખતરસ ભાગ્યે જ લાગે એવી સ્થિતિ કરાવી નાખી. બલરામજીને મથુરામાં રાખ્યા. બાકીના મેટા ભાગના યદુવંશીઓને દ્વારકામાં પહાંચાડી દીધા અને પોતે બધાની સલાહ લઇ ગળે વૈજયતી માળા પહેરી વિના શસ્ત્રાસ્ત્ર એકલા નગર બહાર નીકળી પડયા.
કાલયવને નારદજીના કહેવા મુજબ આ બધું ભગવાન કૃષ્ણમાં જોયું એટલે એ પણ વગર હથિયારે, એમની પાછળ પડયો. કૃષ્ણ જે ગુફામાં ઘૂસ્યા તેમાં કાલયવન પણ ઘૂસ્યા, પણ એને કચાં ખબર હતી