________________
४६१
કેનું હોય? આપે તે ગુફામાંના અંધારાને ભગાડી નાખ્યું. હે પુરુષશ્રેષ્ઠ ! આપ કૃપા કરી આપનાં જન્મ, કર્મ અને ગેત્ર બતાવો. કારણ કે હું આપનું એ બધું સાચા હૃદયથી જાણવા ઈચ્છું છું ! મારી ઓળખાણ ઈચ્છે તે હું ઈવાકુ વંશને ક્ષત્રિય છું અને મારું નામ મુચકુંદ. હું યુવનાશ્વનંદન મહારાજ માંધાતાને પુત્ર છું અને હું મારા પ્રિય ભગવાન ! ઘણું દિવસો લગી જાગતો રહેવાને કારણે હું ખૂબ થાક્યો હતે. નિદ્રાએ મારી ઈદ્રિયની બધી શક્તિ છીનવી લીધેલી. અને બેકાર બનાવી દીધેલી. તેથી હું આ નિર્જન ગુફામાં નિપણે સૂઈ રહ્યો હતો. હમણું કોઈએ મને જગાડી દીધો. અલબત્ત, અવશ્ય એનાં પાપોને કારણે જ આમ બન્યું હશે. ત્યારબાદ તરત આપે પરમ કૃપા કરી મને દર્શન દીધાં. આપનું તેજ જોઈ મારી શક્તિ ખોવાઈ ગઈ છે. વધુ વાર આપને હું નીરખી શકતો નથી.”
- જ્યારે રાજા મુચુકુંદે આટલું કહ્યું કે તરત હસી રહ્યા હોય તે રીતે ભગવાન કૃષ્ણ મેધગંભીર વાણીમાં પોતાનું પિતાના શ્રીમુખે અનંત જન્મો પૈકી વર્તમાન જન્મનું જ વર્ણન કરી બતાવ્યું અને પિતામાં જ તન, મન, બુદ્ધિ, ચિત્ત તથા સર્વ કંઈ સમપી દઈ અનાસક્ત ભાવે મુચુકુંદને વિચારવાનું કહ્યું. એ રીતે આ પરમ અનુગ્રહ પામી રાજ મુચુકુંદ ઉત્તર દિશામાં ગંધમાદન પર્વત પર બદરિકાશ્રમમાં તાપ–ઠંડી વગેરે સહન કરીને તપ દ્વારા ભગવાનની આરાધના કરવા લાગી ગયા. કારણ કે ખુદ ભગવાને જ રાજા મુચુકુંદને કહ્યું હતું કે હે રાજ! મનુષ્યજન્મમાં શિકાર અને અતિ ભગવશ થઈ જે પાપ કર્યા છે, તે બધાં એ રીતે જોવાઈ જશે. આવતા જન્મમાં સવજીવહિતેચ્છુ એવો બ્રાહ્મણ થઈને તું વિશુદ્ધ વિજ્ઞાનઘન પરમાત્મ સ્વરૂપ સુજને પ્રાપ્ત કરી શકશે.”