________________
૪૬૧
ફર્યા કરે છે. બેલ બલરામ ! જે તને શ્રદ્ધા હોય કે મૃત્યુ પછી વીરને સ્વર્ગ મળે છે અથવા એવી શ્રદ્ધા હોય કે તું મને મારી શકીશ, તો આવી જ તું મારી સામે.” ભગવાન કૃષણે કહ્યું : જે ખરેખર બહાદર હોય છે; તે કિંગ હાંકતો નથી કે બકબક કરતે નથી. પણ તું તો તેવું જ કરે છે, તે તારી ઈચ્છા. હું તારી હિંગને માનવાનો નથી અને સનિપાત જેવા તારા મૃત્યુ સમયના બકવાસનેય સાંભળવાનું નથી.”
વળી શુકદેવજી કહે છે: “વાયરે વાદળેથી સૂર્યને અને ધુમાડાથી આગને ઢાંકી જરૂર શકે છે. પણ વાસ્તવમાં સૂર્ય કે આગ
કાતાં નથી જ. પેલાં તે મથુરાને નારીગણ જે અટારીઓ પરથી સેના-કૌતુક જેતે હતો, તે શ્રીકૃષ્ણ-બલરામના રથ સ્પષ્ટ ન જોઈ શકતાં જ મૂચ્છિત થઈ ગયો. બસ, જરાસંધ જ્યારે પિતાની સેના દ્વારા આખી મથુરાને ડરમાં નાખી રહ્યો હતો તે ટાંકણે જ ભગવાન કૃષ્ણ પોતાના શારંગ ધનુષને ટંકાર કર્યો અને પછી તે જાણે જોતજોતાંમાં મગધરાજ જરાસંધની આખીયે વિશાળ સેના તરતાતરત છિન્નભિન્ન થઈ ગઈ. અરે, ખુદ જરાસંધ રાજા પોતે પણ ઉદાસ થઈને એકાએક નાઠે ! અણધાર્યા આ સહજ વિજયથી દેવોએ આકાશમાંથી દિવ્ય ફૂલ વરસાવ્યાં અને મથુરાનગરી તે આખીય નાચી ઊઠી. મથુરાની સન્નારીઓ પ્રેમ અને ઉત્કંઠિત નેત્રથી બંને વીરેને નિહાળી પુષ્પહારે, દહીં, ચોખા અને જવાકુરે વર્ષાવતી હતી. ભગવાન કૃષ્ણ રણભૂમિમાંનું ધન, આભૂષણો વગેરે બધું જ યદુવંશી રાજા ઉગ્રસેન પાસે એમની સેવા માટે મૂકી દીધું !”