________________
૪૫૯
આમ, અકળ સંસારે, પેલાં પાપ જીતી જતું ભાસે ભલે પરંતુ તે, અંતે અવશ્ય હારતુ. ૩
બ્રહ્મચારી શુકદેવજી કહે છે: “પ્રિય પરીક્ષિત ! કંસરાજાને બે રાણીઓ હતી ઃ (૧) અરિત અને (૨) પ્રાપ્તિ. સ્વપતિના મૃત્યુથી દુઃખી થઈ તે બનેય પોતાના પિતાની રાજધાનીમાં ચાલી ગઈ. એ બને રાણીઓના પિતા મગધરાજ જરાસંધ હતા. આ બંને પુત્રી
એ પિતાની બધી દુઃખકહાણી પિતાને સંભળાવી. પિતે વિધવા શાથી થઈ, તે વૃત્તાંત તે બનેએ પિતાના પિતાને જરા વિસ્તારથી કહી સંભળાવ્યો. પ્રથમ તો જરાસંધને પોતાની પુત્રીઓના વૈધવ્યનું ઊંડું દુઃખ થયું અને તેથી થોડી વાર તો તે શૂનમૂન થઈ બેઠા રહ્યો. પરંતુ પછી એને મહાક્રોધ થયે. જરાસંધે એ દઢ નિશ્ચય કરી લીધો કે હવે પૃથ્વી પર એક પણ યદુવંશીને રહેવા જ ન દે ! એણે આ માટે યુદ્ધની મોટી તૈયારી કરવા માંડી. એ પછી ત્રેવીસ અક્ષો હિણી સેનાથી મથુરાનગરીને એણે ઘેરી લીધી ! જ્યારે ભગવાન શ્રીકૃષ્ણ જેયું કે આ માત્ર સામાન્ય સેના નથી પણ ચોમેરથા ઊભા રાતે સમુદ્ર છે, ત્યારે એમને લાગ્યું કે આ જરાસંધે આખી રાજધાની ઘેરી લીધી છે ને અમારાં સ્વજને અને સામાન્ય નાગરિકે ભયભીત બની ગયાં છે. પણ સાથે સાથે એમ પણ લાગ્યું કે હું જે પૃથ્વીભાર ઉતારવા આવ્યો છું તે બધો ભાર અહીં એકસામટો જ જમા થઈ
છે. એ ઘણું જ સારું થયું કે જેથી મારે એ ભારને શોધવા જવું નહીં પડે અને એકીસાથે એ બધેય બાજે આપે આપ (પૃથ્વી પરથી) હટી જઈ શકશે, વળી બીજી વાત એ છે કે એ જે જીવતે હશે તે દુનિયાભરના અસુરોને (નબળાં તત્ત્વોને) એકસાથે એકઠાં કરી અહીં લાવી મૂકશે, જેથી આ બધાં નબળાં તને નિવારવાનું કામ હું એકીસાથે અને ઝટઝટ કરી શકું.