________________
અક્રૂરજીની હસ્તિનાપુરની મુલાકાત સાવ નજીકની લહીસગાઈ મમતામયી, ચુકાવે ન્યાયી કર્તવ્ય, જે મોટા નરનું તહીં ૧ તે ત્યાં નિમિત્ત નાનું, મહાયુદ્ધ મચાવશે; બન્યું જુએ કુરુક્ષેત્ર, ધર્મપ્રધાન ભારતે. ૨ માટે ઘર થકી માંડી, વિશ્વે સૌ સાવધાન છે ને ત્યાં સ્ત્રી સેવકે સંતે, મુખ્ય નેતૃત્વ જાળ ૩
બ્રહ્મચારી શુકદેવજી કહે છે. “રાજા પરીક્ષિત ! ભગવાન કૃષ્ણની આજ્ઞા મુજબ અક્રુરજી હસ્તિનાપુર ગયા. એમણે ત્યાં જોયું કે ત્યાંની એક એક વસ્તુ પુરુવંશી રાજાઓની અમર કીતિનું ગાન કરી રહ્યું છે! અરજી પહેલાં પહેલાં ધૃતરાષ્ટ્ર, ભીમદાદા, વિદુરજી, કુંતી, વાક, એમના પુત્ર સોમદત્ત, કોણાચાર્ય, કૃપાચાર્ય, કર્ણ, દુર્યોધન, દ્રોણપુત્ર અશ્વત્થામા, યુધિષ્ઠિર આદિ પાંચેય પાંડે તથા અન્યાન્ય ઇષ્ટમિત્રને મળ્યા. જ્યારે એ ગાંદિનીનંદન અક્રૂરજી બધા જ ઈષ્ટ મિત્રો અને સંબ ધીઓને સારી પેઠે મળી ચૂક્યા ત્યારે એ હસ્તિનાપુરનાં સૌએ જે રીતે અરજીને પિતાનાં મથુરાવાસી સ્વજન-સંબંધીઓના કુશલક્ષેમ પ્રથમ જ પૂછી લીધેલા, એ જ રીતે હસ્તિનાપુરમાં સોના કુશલક્ષેમને સમાચાર અક્રૂરજીએ પણ પૂછી લીધા ! પરીક્ષિત ! આ બધું કરીને એમણે જાણી લીધું કે ધૃતરાષ્ટ્ર પાંડ સાથે કેવો વ્યવહાર રાખે છે ? વધુ ચોક્કસ ખાતરી કરવા જાતે તેઓ કેટલાક મહિના હસ્તિનાપુરમાં રહી પણ ગયા. સાચું પૂછો તે મેટા નર હોવા છતાંય ઘરડા ધૃતરાષ્ટ્રમાં પોતાના દુષ્ટ પુત્રોની ઈચ્છા વિરુદ્ધ કાંઈ કરવાનું સાહસ કે શહૂર જ નહોતું. તેઓ શકુનિ વગેરે દુષ્ટોની સલાહ અનુસાર જ કામ