________________
૪૫૫
અને સમૃદ્ધ પણ કરી દીધું છે. આપે તે માયાને એવી વશ કરી લીધી છે કે માયાને વશ આપ નથી, પરંતુ આપને વશ માયા છે. ખરેખર આજે પણ આપના અંશરૂપ બલરામજી સહિત આપે જગતનું એકમાત્ર કલ્યાણ કરવા ખાતર જ જન્મ ધારણ કરેલ છે. ગંગામૈયાની પવિત્રતા એકમાત્ર આપનાં ચરણપ્રક્ષાલન થકી જ છે. કેટકેટલી તારીફ કરું? ખરેખર તો આપના ગુણે શબ્દાતીત જ છે. એવા આ૫ ખુદ આ ૨કને ત્યાં પધારે એથી વધુ સદ્દભાગ્ય બીજુ શું હોઈ શકે ? મારું ઘર ધન્ય ધન્ય થઈ ગયું ! મેટા મેટા યેગીઓ અને દેવરાજ પણ આપને પાર પામી શકયા નથી અને પામી શકવાના નથી, એવા આપનાં આજે મને મારે ઘેર બેઠાં દર્શન થઈ ગયાં !”
ત્યારે ભગવાન કૃષ્ણજી પોતે બેલ્યા : “આપ જ અમારા ગુરુ સમા. હિતોપદેશક અને વડીલ કાકાશ્રી છે ! અમારા વંશમાં સદા યશસી અને સંત સમા છો ! દેવતાઓ કરતાં સંત હંમેશાં ઉત્તમ હોય છે. કારણ કે દેવોને સ્વાર્થ હોય છે, સંતને કદી સ્વાર્થ હોતા જ નથી. મારી એક એ ઈચ્છા છે કે આપ જાતે હસ્તિનાપુર જઈ પડવોના કુશલ સમાચાર જાણી આવે. પાંડુજીના મૃત્યુ બાદ પાંડવોને હુ દુઃખ પડયું. હવે એ ખબર જાણ્યા છે કે ધૃતરાષ્ટ્રછ એ બધાંને સ્તિનાપુરમાં લઈ આવ્યા છે અને હવે તેઓ બધાં ત્યાં જ રહે છે. આપ તો જાણે જ છે કે રાજા ધૃતરાષ્ટ્ર અંધ પણ છે અને ઓછું મનોબળ ધરાવનાર છે. એમને પુત્ર દુર્યોધન ભારે ઈર્ષ્યાળુ છે, દુષ્ટ છે. ધૃતરાષ્ટ્ર એને જ અધીન છે તેથી તે કૌરવ ભણી છે એ વાત્સલ્યમય વ્યવહાર પાંડ સાથે એમનો નથી ! આથી આ૫ પિતે ત્યાં જાઓ અને તપાસ કરે કે પાંડવોની સ્થિતિ સારી છે કે કપરી છે ? આપના દ્વારા ઊંડા અને સાચા સમાચાર મળ્યા પછી એ મારા પાંડવમિત્રો સુખી થાય, એવા ઉપાય હું છશ.” આટલું કહી ભગવાન કૃષ્ણ, બલરામ અને ઉલવ સો પાછા સ્વગૃહે પધાર્યા.