________________
૪૫૪
દિલ ની કુજાને હવે પ્રભુવિરહ જેમ સતાવવા લાગ્યો તેમ તરત ભાગવાન કૃષ્ણને પણ કુંજ એકાએક યાદ આવી ગઈ. તત્કાળ એ યાદને અમલ કરી તેઓ અચાનક જતે ચાલી–ચલાવી કુને ઘેર (આપેલા વચન મુજબ) પહેચી ગયા. ઉદ્ધવજી સાથે હતા.
કુજાએ તે પ્રથમથી ગૃહસજાવટ સારી પેઠે કરી જ રાખેલી. એણે ભગવાનને ઉત્તમ આસન આપી પરમ સત્કારયુક્ત પૂજા કરી લીધી. તેમ ભગવદ્ મિત્ર ઉદ્ધવજીનું પણ માન-ગૌરવ કર્યું અને આસન આપ્યું. પરંતુ ભગવભક્ત ઉદ્ધવ તો માન જાળવવા માત્ર આસનને સ્પર્શ કરી ભગવાનની સામે નીચે જ બેસી ગયા. કુન્ન સજધજ થઈ ભગવાન પાસે આવી ઊભી રહી. ભગવાને સ્પર્શ સુખ આપી એને સંકેચ દૂર કરાવી પિતાની પાસે જ બેસાડી. કુજાએ ભગવાનને રાજ કંસને અંગરાગ સમર્પિત કરે તે પ્રસંગને યાદ કર્યો અને કુજા પણ ભગવાનનાં ચરણેને પોતાના અંગોપાંગે લગાડી પિતાને પ્રભુવિરહાગ્નિની જે તપન હતી તે તેણુએ શીત કરી લીધી.
આ પછી ઉદ્ધવજી સાથે ભગવાન કૃષ્ણ મથુરામાં પોતાને ઘેર પાછા આવી ગયા.
જેમ નરનારી અને ગ્રામ-નગર વચ્ચે ભગવાન કૃષ્ણને ભેદ નહતો, તેમ એકદા ભગવાન શ્રીકૃષ્ણને અક્રૂરજી પણ યાદ આવ્યા અને ઉદ્ધવજીને સાથે લઈ તેઓ અક્રુરજીનું પ્રભુ-વિરહ દુઃખ ભુલાવવા ભાઈશ્રી બલરામ સાથે ચાલી–ચલાવીને અમૂરજીને ઘેર પણ પહોંચી ગયા. અક્રૂરજીને સુખદ આલિંગન આપ્યું. અક્રુરજીએ પણ હૃદયપૂર્વક માથું નમાવી પ્રણામ કર્યા, પૂજા કરી, ચરણરજ માથે ચઢાવી અને ચરણને ગાદમાં લઈ, સ્નેહસભર નજરે નિહાળી પગ દબાવવા લાગી ગયા અને પ્રેમથી વધાઃ “ભગવન્! ખરેખર, પાપી કંસરાજ અને એના અનુગામીઓને ઠેકાણે પાડી આખા યદુવંશની આપે અપરંપાર સેવા કરી છે. ઉપરાંત યદુવંશને મહાસંકટમાંથી પાર કરી તેને ઉન્નત