________________
૪૫૩
સામગ્રી એમણે વસુદેવજી, બલરામજી તથા રાજા ઉગ્રેસના રાજવીને સુપ્રત કરી દીધી...!”
કુજા અને અક્રૂરને પ્રેમદાન એકત્વ પ્રથમે સાધ્યું, નારીજાત સમગ્રમાં; પછી મરદમાં સાધ્યું, મર્યજાત સમગ્રમાં. ૧ આમ માત્ર મનુષ્યનું, સાધી એકત્વ કૃણજી; પેલે આદેશ મૂકે આ, ફક્ત સમત્વ રોગથી. ૨
હવે શુકદેવજી કહે છે: “પરીક્ષિતજી! ઉદ્ધવજીની પાસેથી ગોપીઓના અનિર્વચનીય પ્રેમ તથા બા-બાપુજી યશોદાનંદજીનું અપરંપાર વાત્સલ્ય સાંભળી ખરેખર ભગવાન કૃષ્ણ અતિશય આનંદ તે પાગ્યા પરંતુ તેઓ તે સમભાવની પરાકાષ્ઠા પામી ચૂક્યા હતા તેથી તેમણે જેમ ગામડાંની ગોપીઓના અનિર્વચનીય પ્રેમની કદર કરી લીધી, તેમ મથુરામાં પણ એ જ નારી-નર અજ્યની અનુભૂતિ કરવાનું તેમને મન થવું સ્વાભાવિક હતું. બસ, આ વખતે તેઓને એકાએક "કુજ' સહેજે સાંભરી આવી. કુજાને આપેલું વચન પણ યાદ આવ્યું અને ઉદ્ધવજીને પોતે કહ્યું : “ઉદ્ધવ ! જેમ મને ગોપીએના હૃદયની કદર છે, તેમ મથુરામાં રહેલી સ્નેહસભર નારીઓની પણ કદર છે જ. દાત. કુજા ! આ કુજના પ્રેમની પણ હું ઉપેક્ષા નથી કરતો, ન જ કરી શકું ! આ રીતે અગાઉ ભગવાને કુબજ ઉપર કૃપા કરી જે રપર્ણાનંદ ચખાડી એનાં અંગને સરળ, સીધા અને સુંદર બનાવી મૂકેલાં, એ બધી યાદ કુબજાને તાજી થઈ ! અને તે પ્રતીક્ષા કરવા લાગી કે મુજ ૨કને ત્યાં પધારી મારા આંગણે આવી મારા હાર્દિક પ્રેમને પ્રભુજી ક્યારે પાવન કરશે ? અને “દિલબર