________________
૪૫૨
જે હેત દર્શાવતા હતા તે જ હેત મથુરાની નારીઓ સાથે દર્શાવે છે તેથી અમારા જેવી ગમાર ગામડિયણ ગોવાલણો અમારા એ વહાલેરા શ્રીકૃષ્ણને યાદ જ શાની આવે ?' પણ આ બધા કથન પરથી ઉદ્ધવજી બરાબર સમજી ગયા હતા કે ગોપીઓમાં ભગવાન કૃષ્ણ પ્રત્યે જે ભક્તિપૂર્ણ પ્રેમ છે, તે મથુરા-નગરવાસી સ્ત્રીઓ લાવવા ધારે તે પણ ક્યાંથી લાવી શકે ? કારણ નગરામાં ધન મુખ્ય હેય છે, ધર્મ નહિ. રોપીઓની આવી ભક્તિ જોઈ ઉદ્ધવજીના મનમાં એમ થઈ આવ્યું કે, “હું વૃંદાવનધામની કોઈ વેલ બની જાઉં ! અરે, નાને છેડ બની જાઉં ! અથવા કોઈ એવો નાને કણ બની જાઉં કે જેથી આ પ્રેમમૂર્તિ ગોપીઓની ચરણરજ મારા પર પડે અને હું ધન્યાતિધન્ય થઈ જાઉં ! ગોપીઓની પ્રેમવિકળતા અને પ્રેમચેષ્ટાઓ જોઈ, તેઓને થયું કે ભગવાને આ બધી ગોપીઓને જે અદ્ભુત સુખ આપ્યું છે, તે નિત્યસંગિની અને પ્રભુની ઉદયરાણું લક્ષ્મીજીને પણ નથી આપી શક્યા જણાતા ! આમ મહિનાઓ લગી ઉદ્ધવજી વ્રજમાં રહ્યા અને ગોપીને કૃષ્ણપ્યાર નીરખી નીરખીને મહાસંવેદને માણ્યાં.
- હવે એમણે ભગવાનનાં માતાપિતા નંદયશોદા તથા ગોપીઓ પાસેથી મથુરામાં પાછા ફરવા માટે આજ્ઞા માગી. જેવા તેઓ રથ પર સવારી કરી વ્રજની બહાર મથુરા તરફ જવા લાગ્યા કે ત્યાં તરત નંદબાબા અને ગોવાળિયાઓએ ઘણું ઘણું ભેટ અને સામગ્રીઓ ઉદ્ધવજી પાસે લઈ આવી ખૂબ ખૂબ પ્રેમથી કહ્યું : “ખરેખર, અમને હવે મેક્ષની કઈ ઈચ્છા રહી નથી. અમે માત્ર એટલું જ ઈચછીએ છીએ કે અમારી એક એક વૃત્તિ ભગવાન શ્રીકૃષ્ણ સાથે જ જોડાયેલી રહે. રસ્તામાં વ્રજના આ મહાન ભગવત-પ્રેમને સંભારતા સંભારતા ઉદ્ધવજી મથુરાપુરીમાં આવી ગયા અને ભગવાનને હાર્દિક પ્રણામ કરી વ્રજવાસીઓને પ્રેમલક્ષણું ભક્તિને જે ઉદ્રક એમણે જોયું હતું, તે આબેહૂબ રીતે વર્ણવી બતાવ્યું. ત્યારબાદ વ્રજમાંથી મળેલી બધી