________________
૪૫૧
અને અમારી વાતે કોઈ દિવસ ચલાવે છે ખરા ? પરીક્ષિત ગોપીઓની ભગવાન શ્રીકૃષ્ણનાં દર્શન તથા સ્પશની જે આ તાલાવેલી જોઈ તેથી ઊદ્ધવજી તે ખરેખર છક થઈ ગયા !”
વ્રજવાસીની પ્રેમલક્ષણા ભક્તિ જ્યાં વર્ણવાય ગોપીની, સદ્ભક્તિ પ્રેમલક્ષણા; સ્વર્ગ નિર્વાણ ને મેક્ષ, બને ફિકાં તહીં સદા. ૧ સુણાત્રે કૃષ્ણ-સંદેશ, વૃંદાવને શ્રી ઉદ્ધવે, આખું જ ભૂલ્યું ભાન; કહો તેમાં નવાઈ ચે? ૨
“પરીક્ષિત ! ગોપીઓને ઉદ્ધવજી ભગવાન કૃષ્ણને સંદેશા સંભળાવી રહ્યા છે અને બધી ગોપીઓ એકસરખા કાન માંડી તે સંદેશા હવે ઉદ્ધવજી પાસેથી સાંભળે છે. ઉદ્ધવજીએ કહ્યું : “ગોપીઓ ! ભગવાન દૂર સ્થળ રીતે એટલા માટે આજે તમારાથી છે કે જેમ પાસે હોઈ તમો સૌ ભગવાનનો અનુભવ કરતાં હતાં, તે જ અનુભવ સ્થળ રીતે દૂર રહીને પણ કરી શકે ! વૃંદાવનમાં એક શરદપૂર્ણિમાની રાત્રિએ જે ગોપીઓ પિતાનાં સ્વજનની રેકી રોકાઈ ગયેલી તે ગોપીઓએ દૂર રહી તન્મય બનવાનો સ્વાદ બરાબર ચાખ્યો હતો.”
ભગવાન કૃષ્ણને આ મીઠા સંદેશ સુણું ગોપીઓને અપરંપાર આનંદ થયો અને તેઓ બધી જ કહેવા લાગી ઃ “ઉદ્ધવજી ! એ ઘણા સંતોષની વાત છે કે યાદવોને એકસરખી રંજાડ કરનારા પાપી કંસ રાજ અને સાથે સાથે કંસ રાજાના અનુયાયીઓ માર્યા ગયા. ભગવાન કૃષ્ણને માર્ગ નિષ્કટક બની ગયો અને હાલ તેઓ પિતાના અસલી યાદવબંધુઓ સાથે રહી આનંદ કરી રહ્યા છે. પરંતુ ઉદ્ધવજી ! અમારો મૂળ પ્રશ્ન તો એ છે કે અમારી સાથે તેઓ