________________
૪૪૯
પર પ્યાર કરે વ્યક્ત, ગોપીઓ વ્યંગ્ય વાણથી, સર્વ શૃંગારથી શ્રેષ્ઠ, ભક્તિ-શૃંગાર દાખવી. ૨
શુકદેવજી બોલ્યાઃ “પરીક્ષિત ! ઉદ્ધવજીને ગોપીઓએ આ પ્રમાણે કહેવા માંડયું : “આપ અમારા વ્રજનાથ અરે ના રે ના ! હવે તે તેઓ યદુનાથ બન્યા છે માટે યદુનાથના સાથી છે અને તેથી એમને જ સંદેશો લઈને અહીં પધાર્યા છે. આપના એ સ્વામીએ આપને એમનાં માતાપિતા નંદયશોદાજીને સુખ દેવા અહીં મોકલેલા છે. નહીં તો આ નંદગ્રામમાં-ગાયોને રહેવાની જગામાં-કઈ એવી વસ્તુ છે, કે જેનું તેઓ ત્યાં બેઠાં સ્મરણ કરે ? પણ એટલી વાત તે સાચી છે કે મોટા મુનીશ્વરો પણ સગાં-સંબંધીઓનાં સ્નેહબંધન માંડ-માંડ છેડી શકે છે. એટલે માબાપની યાદી તો શ્રીકૃષ્ણને પણ આવતી જ હશે. પિતાનાં માબાપ જેવાં ઘનિષ્ઠ સંબધીઓને છેડી રે કાંઈ બીજાઓ સાથે સ્નેહસંબંધ કરાય છે, તે તે કઈ ને કઈ પ્રકારના સ્વાર્થને લીધે જ થતું હોય છે. જ્યાં લગી પિતાની મતલબ એમાંથી નથી સધાતી ત્યાં લગી એવા સ્નેહસંબંધ પર પ્રેમને સ્વાંગ જરૂર કરાય છે. પણ મતલબનું કામ પત્યું કે પેલા પ્રેમનું દેવાળું નીકળી જાય છે જ.
ભમરાઓને ફૂલ પ્રત્યે અનુરાગ હોય છે, તે જ પુરુષને સ્ત્રીઓ પ્રત્યે સ્વાર્થને જ પ્રેમસંબંધ હોય છે. જ્યાં દેખે ત્યાં સંસારમાં આમ સ્વાર્થના જ પ્રેમસંબંધની બોલબોલા હેય છે. દેખે ને ! જ્યારે વેશ્યા સમજે છે કે હવે મારે ત્યાં આવવાવાળા પાસે નાણું સમાપ્ત થયું છે, તો એવા નિર્ધનને એ રસ્તો બતાવી દે છે અને સંબંધ છેડી ચાલી જ જાય છેપ્રજ પણ રાજા રક્ષણ કરી શકે. ત્યાં લગી જે તે રાજ સાથે સંબંધ રાખે છે અને જ્યારે રાજા પાસેથી રક્ષાની તેને આશા નથી રહેતી કે તરત પ્રજા તેવા રાજાને છોડી દે છે ! એવું જ અધ્યયન સમાપ્ત થયા પછી આચાર્ય