________________
४४७
માસી થતાં પૂતનાને એમણે જ પરલેકવાસી બનાવી દીધાં ! પરંતુ હવે જરા નવરાશ મળશે એટલે થોડા જ દિવસે માં, વ્રજનાં આપ સહિત બધાં જ ગોપ-ગોપીઓને એ બન્ને બંધુઓનું અવશ્ય શુભ મિલન થઈ જશે.” પરીક્ષિત ! આ રીતે શ્રીકૃષ્ણસખા ઉદ્ધવ અને નંદબાબા તથા યશોદાજીને વાત કરતાં કરતાં આખી રાત જાણે ક્ષણ વારમાં વીતી ચૂકી ! આ બાજુ વ્રજમાં સૌ ગે. પીઓ જાગી. ડેલીઓમાં દીવા પ્રગટાવ્યા. વાસુદેવની પૂજા કરી, ઘર સાફસફ કર્યા. દહીં વલોવવા લાગી. અહે, પરીક્ષિત ! તે વખતની એ ગોપીઓનાં દર્શન ખરેખર અનોખાં હતા. દહીં મથતાં, રસ્સી ખેંચતાં એમનાં હાથનાં કડાં મજાનાં લાગતાં હતાં અને ખણખણતાં હતાં. આખું શરીર અને ગળું હાલતાં શોભી રહ્યાં હતાં. કાનમાંનાં કુંડલ પણ કાલી હાલીને કંકુમય ગાલની લાલાશને વધારી રહ્યાં હતાં. એમનાં આભૂષણોમાંના મણિ પણ દીપક તિથી વધુ ઝગમગી રહેલા જણાતા હતા. એમ એક પ્રકારે દહીંમંથનથી શ્રમપુનિત દેહશેભા પણ વૃદ્ધિ પામતી જતી હતી. એમ જણાતું હતું કે, જાણે શ્રમ અને સૌંદર્ય વચ્ચે વિરોધ નથી, પણ સાચે સુસંવાદ છે ! અને એમાં વળી મીઠા મધૂરા સ્વરથી તે કાનકુંવરિયાના ગીત લલકારતી. તેથી તે જાણે દેવ-દેવાંગનાઓ પણ સ્વર્ગલેકનું સુખ આ ગોપીઓના સુખ આગળ તુરછ માને તેવી પરિસ્થિતિ સ્વર્ગમાં થઈ ચૂકેલી.
આ રીતે જે સૂર્યોદય થયો અને જ્યાં નંદબાબાનાં સુશોભિત મકાને તરફ આ વ્રજાંગનાઓની નજર ગઈ ત્યાં તો એમના દરવાજા પર એક સોનેરી રથ નિહાળી ઘર બહાર નીકળી એકમેકને પૂછવા લાગી કે, “અલી ગોપી ! આ રથ કાને છે ? અને ક્યાંથી આવ્યો છે ? તેમાંના એક તરત બોલી ઊઠી : “અલી રે ! પેલે કંસનું પ્રયજન સિદ્ધ કરવાવાળો અક્રર તો નથી આવ્યો ને ? એ આપણું વહાલા શ્યામસુંદરવરને અહીંથી મથુરા ભણું ખેંચી ગયેલે ?' ત્યાં