________________
૪૪૫
જ્યારે અમે જોઈએ છીએ કે આ એ જ યમુના નદી છે જ્યાં શ્રીકૃષ્ણજી જલક્રીડા કરતા હતા, આ એ જ ગિરિરાજ છે જેને એમણે પિતાના એક જ હાથ પર ઉઠાવી લીધેલ, આ તે જ વન છે, જ્યાં તેઓ ગાયે ચરાવતા અને બંસી બજાવતા હતા અને આ બધાં તે જ સ્થાને છે કે જ્યાં પોતાના મિત્રો સાથે તેઓ અનેક પ્રકારનાં ખેલ-રમત કરતા હતા ! અને હજુ પણ ત્યાં એમનાં ચરણચિનો જેમનાં તેમ મોજૂદ છે, મટયાં નથી. ત્યારે એમને જોઈ અમારે મન કણમય બની જાય છે! એમાં શંકા નથી કે હું શ્રીકૃષ્ણ અને બલરામને દેવશિર્માણ માનું છું અને એમ પણ માનું છું કે તેઓ દેવાનાં અને દેવ જેવા માનવનાં મેટાં પ્રજનેને સિદ્ધ કરી બતાવવા જ અહીં આવેલા છે, એમ સ્વયં ભગવાન ગર્ગાચાર્ય જીએ પિતે મને કહેલું. જો કે ઉદ્ધવજી ! આપ તે એ બધું જ જાણે જ છો કે જેમ સિંહ, જાણે કશા પરિશ્રમ વિના પશુઓને મારી નાખે છે તેમ દશ હજાર હાથીઓનું બળ ધરાવનાર એ કંસરાજને અને એમના અનેક અજેય યોદ્ધાઓને તથા બલશાળી હાથી કુવલયાપીડ વગેરેને જોતજોતામાં મારી નાખ્યા ! એમણે જેમ કેાઈ હાથી કઈ છડીને તેડી નાખતે હેય તેમ પેલા ધનુષ્યને તેડી નાખ્યું. વળી તમે સાંભળ્યું જ હશે, કે મારા એ કનૈયાએ જ સાત સાત દિવસ લગી પર્વતને તોળી રાખ્યો. અરે, અહીંની વાત જવા દઈએ. પણ રમત રમતમાં પ્રલંબ, ધેનુક, અરિષ્ટ, તૃણાવત અને બક આદિ મોટા મોટા દૈત્યને એમણે મારી નાખ્યા, કે જેઓએ સમસ્ત દેવો અને અસુરે પર વિજય મેળવી લીધેલે......!'
એમ બેલતાં બોલતાં શુકદેવજી કહે છે: “પરીક્ષિત ! નંદબાબાનું હૈયું આમેય ભગવાન શ્રીકૃષ્ણના પ્રેમસાગરમાં ડૂબેલું હતું. પણ જ્યારે અહીં એમની એક એક લીલાઓનું સ્મરણ કરવા લાગ્યા ત્યારે તે એમાં પ્રેમની એવી મોટી ભરતી આવી ગઈ કે તેઓ વિવળ