________________
૪૪૪
છૂટી ગયા. એમનાં આત્મીય સ્વજને તથા પુત્ર વગેરે એમની સાથે છે તે આ સમયે તેઓ બધાં કુશળ તો છે જ ને ? એ ઘણું મોટા સોભાગ્યની વાત છે કે પાપી કંસ પિતાના બધા અનુયાયીજનોની સાથે માર્યો ગયો. હા, એમાં ભગવાન શ્રીકૃષ્ણ તે નિમિત્ત બન્યા. ખરેખર તે કંસનાં પાપિએ જ એને ખતમ કરી નાખ્યા. ઉદ્ધવજી ! યદુવંશી લો કે સ્વભાવથી જ ધાર્મિક અને પરમ સાધુજને છે. કંસરાજ નાહક એમની સાથે ઘણે ઠેષ કરતો હતો.
હવે ઉદ્ધવજી ! આપ એ તો બતાવે છે કે ઈ વખત શ્રીકૃષ્ણજી કયારેય અમને લેકેને પણ યાદ કરે છે શું? આ (યશોદાજી તરફ આંગળી ચીંધીને) એમની માં છે, સ્વજન સંબંધી છે, મિત્રો છે, ગોવાળિયા છે ને એમને જ પોતાના સ્વામી અને સર્વસ્વ માનવા વાળું આ આખું વ્રજ છે. એમની જ આ ગાય, આ વૃંદાવન અને આ ગિરિરાજ છે. શું ક્યારેય પણ તેઓ એ બધાંને સંભારે છે ખરા ? અને આપ એ તે બતાવે કે અમારા એ લાલાજી, અમારા એ ગોવિંદ પિતાના મિત્રો અને ભાંડુઓને નીરખવા માટે એક વાર પણ આવશે કે નહીં ? જે તેઓ અહીં આવી તે અમે એમની પિપટની ચાંચ જેવી નાસિકા, એ બને ભાઈઓનું મધુર હાસ્ય અને મનહર દૃષ્ટિથી યુક્ત મુખકમલ જોઈએ તે ખરાં ! અને ઉદ્ધવજી ! અમે એ દુલારે કૃષ્ણના સદ્ગુણોનું વર્ણન કેટલું કરીએ ? એમનું હૃદય ઉદાર છે. એમની શક્તિ અનંત છે. એમણે દાવાનલથી આધિપાણ વગેરેથી તૃણ વસુર અને અજગર વગેરે અનેક મૃત્યુપ્રદ નિમિતેથી એક વાર નહીં, અનેક વાર અમારી રક્ષા કરી છે. ઉદ્ધવજી ! અમે શ્રીકૃષ્ણનું અદ્ભુત ચરિત્ર. એમની વિલાસપૂર્ણ તિરછી નજર, મુક્ત હાસ્ય, મીઠી વાણી આદિનું સ્મરણ કરતાં જ હોઈએ છીએ અને એમાં એટલાં તે તન્મય રહીએ છીએ કે હવે અમારાથી કંઈ કામકાજ જ થતું નથી.