________________
૪૪૨
સ્વ એકમાત્ર હું જ છું. મારે માટે એ બધી સન્નારીઓએ સગાંસંબંધી, સંતાન, માલમિલકત, ઘરબાર અને પિતાના પ્રાણપ્રિય પતિઓને સુધાં સાવ તજી દીધાં હોય, એવી દશામાં એમની બુદ્ધિ દ્વારા પણ એઓએ મને જ પિતાને પ્યારી, અરે પ્રિયતમ જીવનપતિ અને પિતાને આમાં સુધાં એકમાત્ર મને જ માની રાખ્યો છે ! એને તું જાણે છે જ કે મારું એ નિત્યવ્રત છે કે મારે માટે જેએ. લૌકિક અને પારલૌકિક બંનેય ધર્મોને છોડી મને એકને જ સર્વસ્વ માનીને ચાલે છે, એમની સર્વ પ્રકારની દેખરેખ અને ચિંતા હું કરતે હેઉં છું. પ્યારા ઉદ્ધવ ! હું જ મારી વહાલી ગોપીઓને પરમમાં પરમ મિત્ર છું. હવે વ્રજમાંથી તે હું મથુરામાં આવી કાયમ માટે મથુરાવાસી થઈ ગયે છું તેથી મારી ને મારા સ્મરણમાં તે બધી માહિત થઈ ગઈ છે. વારંવાર કામ કરતાં કરતાં પણ તે મૂછિત. થઈ જાય છે, તે વિરહવ્યાકુળ બની જાય છે અને પ્રતિદિને જ નહીં, બલકે પ્રતિક્ષણે મને નીરખવા અને મળવા ઉત્સુક રહ્યા કરે છે. મતલબ, એ મારી ગોપીઓ, મારી જ પ્રેયસીએ આ પ્રસંગે ઘણા કgવી માત્ર પોતાના પ્રાણેને રાખી રહી છે. કારણ કે, મેં એ બધીએ ને કહ્યું હતું કે હું જરૂર આવીશ. એ મારા આવવાના વાયદે જ જિંદગી ટકાવી રહી છે. ઉદ્ધવ ! આથી વધુ વાચી તે શું શકાય ? હું જ એમને આમ છું. તે બધી નિત્ય નિરંતર એક માત્ર મારામાં જ તન્મય રહી છે !'
બ્રહ્મચારી શુકદેવજી આટલું કહી આગળ વદ્યા : “રાજન પરીક્ષિતજી ! આ વાત સાંભળી એટલે તરત ઉદ્ધવજી પણ ઘણા આદરથી પિતાના આ સ્વામીને સંદેશો લઈને રથ પર ચઢી નંદગામ તરફ તરત તરત ચાલી નીકળ્યા. પરમ સુંદર એવા ઉદ્ધવજી બરાબર સૂર્યાસ્ત સમયે નંદબાબાને વ્રજમાં પહોંચી ગયા. તે સમયે જંગલથી ગાય પાછા ફરી રહી હતી. એમના પગની ખરીઓના આઘાતથી એટલી બધી ધૂળ ઊડી રહી હતી કે આ ઉદ્ધવજીને રથ જ એ ધૂળમાં