________________
ઉદ્ધવનંદ સંવાદ
અનુષ્યપ શૈતન્યામૃત ચાખેલું, જેઓએ પૂર્ણ હોય તે; હર ક્ષેત્ર-પ્રસંગોમાં, અનાસક્ત રહી શકે. ૧ શ્રીકૃષ્ણ પ્રભુનું આવું, જીવન ચિતનીય તે, અહિંસા, સત્ય ને બ્રહ્મચર્યમાં જે વિશિષ્ટ છે. ૨ નૃનારી-અકય ને વિશ્વ, સર્વભૂતાત્માભૂતતા; જ્યાં બંને સિદ્ધ થાશે ત્યાં, હશે પ્રગશીલતા. ૩
શ્રી બ્રહ્મચારી શુકદેવજી બોલ્યા: “પરીક્ષિત ! વૃષ્ણિવંશીઓમાં ઉદ્ધવજી નામના એક ઉત્તમ અને ભક્ત સત્પષ હતા. તેઓ અતિશય સદ્દગુણુ સાધક હતા. એ સાક્ષાત્ બૃહસ્પતિજીના શિષ્ય તથા ઘણા બુદ્ધિશાળી પુરુષ હતા. ઉપરાંત ભગવાન શ્રીકૃષ્ણને પ્રિય સખા અને મંત્રી પણ હતા.
એક દિવસ શરણુગતનાં સર્વ દુઃખ હરવાવાળા ભગવાન શ્રીકૃષ્ણ પિતાના આ પરમ ભક્ત અને પરમ એકાંતપ્રેમી ઉદ્ધવજીને હાથ પોતાના હાથમાં લઈને કહ્યું : “ભાઈ ઉદ્ધવ ! હવે તું જલદી વ્રજમાં જ. ત્યાં મારાં માતાપિતા રૂપી નંદબાબા અને યશોદામૈયા છે, તેમને તો આનંદિત કર, ઉપરાંત મારા વિરહના વ્યાધિથી ગેપીએ બહુ બહુ પીડાય છે, દુઃખી દુઃખી થઈ રહેલ છે. તે સને મારો સંદેશ સંભળાવી એ બધાને મારા વિરહની વેદનાથી પરિપૂર્ણ રીતે મુક્ત કરી આવ. મારા પ્યારા ઉદ્ધવ! તને સાવ સાચું કહું છું કે ગોપીઓનું મન તો નિત્ય નિરંતર એકમાત્ર મારામાં જ લગી રહ્યું છે. હવે તે એ ગોપીઓના પ્રાણ, એમનું જીવન અને એમનું