________________
૪૩૯ નક્ષત્રમાં મને મનથી સંકલ્પ કરીને જેટલી ગાય બ્રાહ્મણને આપેલી, તે કંસ રાજાએ બેઈમાની કરી છીનવી લીધી હતી તે બધું સંભારણું તાજુ કરી હવે ફરીથી તે સુયાચક બ્રાહ્મણોને સુપ્રત કરી દીધી. આ પ્રમાણે યદુવંશના આચાર્ય શ્રી ગર્ગાચાર્ય દ્વારા સંસ્કારો થતાં બલરામજી તથા ભગવાન કૃષ્ણ (એમ બંને જણ) પૂરું બ્રાહ્મણપણું પામી ગયા. એમનું બ્રહ્મચર્યવ્રત અખંડ તો હતું જ, પણ હવે એ ગાયત્રીપૂર્વકનું અધ્યયન કરવા સારું ખાસ નિયમપૂર્વક સ્વીકાર્યું.
પરીક્ષિતજી ! ખરી રીતે તે શ્રીકૃષ્ણ અને બલરોમ જગતના એકમાત્ર સ્વામી છે, સર્વજ્ઞ છે. આમ તે, બધી વિદ્યાઓ પોતે એમાંથી (ભગવાનમાંથી જ નીકળી છે, એમનું નિર્મલ જ્ઞાન આપમેળે સિદ્ધ છે, પણ એમણે મનુષ્ય જેવી લીલા કરી એ બધી વિદ્યાઓને છુપાવી રાખી હતી. આ પછી પરીક્ષિત ! ગુરુકુળમાં નિવાસ કરવાની ઈચ્છાથી, તેઓ અવન્તીપુર(ઉજજૈન)માં કશ્યપગેત્રીય સાંદીપનિ નામના આચાર્ય પાસે ગયા અને વિધિપૂર્વક એ ગુરુ પાસે બંને ભાઈઓ રહેવા લાગ્યા. ત્યારે તેઓ ઘણુ સુસંયત રહી પોતાની બધી ચેષ્ટાઓને સર્વ પ્રકારે સંયત–નિયમિત રાખ્યા કરતા હતા. જે કે ગુરુજી તો એમને આદર કરતા જ હતા, પણ ભગવાન કૃષ્ણ અને બલરામજી પણ ગુરુની સેવા કેમ કરવી ઘટે, એ દીખલે આમ પ્રજા સામે રાખી ઊંડી ભક્તથી ભગવાનની જેમ ગુરુદેવની સેવા કરવા લાગ્યા. આવી મહાસેવાથી સાંદીપનિ ઋષિ ખૂબ રાજી થયા. એમણે એ બંને ભાઈઓને છએ અંગ અને ઉપનિષદો સહિત સંપૂર્ણ વેદનું શિક્ષણ આપ્યું. એ સિવાય પણ મંત્ર અને દેવતાઓના જ્ઞાનસહિત ધનુર્વેદ મનુસ્મૃતિ આદિ ધર્મશાસ્ત્ર, મીમાંસા વગેરે વેદનું તાત્પર્ય દર્શાવતાં શા, તર્કવિદ્યા (ન્યાયશાસ્ત્ર) આદિનું પણ શિક્ષણ આપ્યું. ઉપરાંત કયાં સંધિ, કયાં લડાઈ, કયાં ચઢાઈ, કયાં સ્થિરતા, કયાં ભેદ, ક્યાં આશરે વગેરે કરવાં એટલે કે સંધિ, વિગ્રહ, થાન, આસન, ધ અને આશ્રય એમ છએ પ્રકારની રાજનીતિ પણ