________________
૪૩૮
નેહસભર રીતે મળવા આવીશું અને ભાળ-સંભાળ રાખશું. આટલું સાંભળતાં જ સૌની આંખોમાં હર્ષાશ્રુ અને વિરહાશ્રુ ટપકવા લાગ્યાં અને સૌએ વ્રજની વાટ પકડી લીધી.”
આશ્રમી શિક્ષણ અને ગુરુ-દક્ષિણા
અનુટુપ
અવતાર ધરી જાણે, આદર્શ સત્ય-મર્યને; રજૂ કરે પ્રભુ પોતે, શીખી–વતી ખરેખ. ૧ ચમકારે ગયેલાં, ત્યાંથી પાછા ફરી શકે; પ્રભુની જે દયા થાય, તે ન એમાં નવાઈ છે ! ૨ જૈન-વેદિક બનેની કક્ષા છે ભિન્ન આમ તે; ઊંચી એક, નીચી બીજી ઉતાર-અવતાર એ. ૩
બ્રહ્મચારી શુકદેવજી બોલ્યા: “રાજન પરીક્ષિત ! આ પ્રમાણે વસુદેવજીએ, પિતાના બને બાળકોને પોતાના પુરે હિતાગ્રણી ગચાર્ય તેમજ બીજા સમાજસેવી બ્રાહ્મણે દ્વારા વિધિપૂર્વક દ્વિજને પાત્ર વિધિપૂર્વક યજ્ઞોપવીત સંસ્કાર વગેરે કરાવ્યું. એ રીતે જુદા જુદા પ્રકારનાં વસ્ત્ર અને આભૂષણે સાથે એ બધા બ્રાહ્મણને ધણી ઘણી દક્ષિણ અને વાછડીવાળી સુંદર ગાયની ભેટ આપી. એ ગાય પણ એવી સુંદર, બહુ દૂધ દેવાવાળી અને માનતી હતી કે એ ગયેના ગળામાં પણ સોનાની માળાઓ, આભૂષણે અને રેશમી વસ્ત્રોના એઢિાવી તેઓને પણ વસુદેવજીએ વિભૂષિત બનાવી હતી. મહાન બુદ્ધિશાળી એવા વસુદેવજીએ ભગવાન કૃષ્ણ અને બલરામજીના જન્મ