________________
૪૨૭
વખતે એમને અસીમ આનંદનો અનુભવ થયો. તેઓ સ્નેહવશ પૂર્ણ મોહિત થયાં અને હર્ષાશ્રુધારાઓથી તે બન્ને બાળકને અભિષેક કરવા લાગી ગયાં. તેઓ એવા ભાવસભર થયાં કે કશું બેલી જ ન શક્યાં ! દેવકીનંદન ભગવાને પોતાનાં માબાપને દિલાસો આયા પછી પિતાના નાનાજી ઉગ્રસેનને યદુવંશીઓના રાજા બનાવ્યા અને કહ્યું : “મહારાજા ! અમે સૌ આપની પ્રજા છીએ. આપ અમારા પર શાસન કરે. રાજા યયાતિને શાપ હોવાને કારણે યદુવંશી કાઈ રાજસિંહાસન પર નથી બેસી શકત. વળી મારી એવી જ ઈચ્છા છે જેથી આપને કોઈ દોષ નહીં લાગે અને હું સેવક બનીને આપની સેવા કરતો રહીશ, ત્યારે બીજા રાજાઓના વિષે તો કહેવું જ શું ? મેટામોટા દેવો પણ માથું નમાવી આપને ભેટ આપશે.”
ભગવાન શ્રીકૃષ્ણ જ આખાયે જગતના વિધાતા છે. કંસભયે જે અહીંથી ભાગેલા તે યદુ, વૃષ્ણુિ, અંધક, મધુ, દાશાહ અને કુકર આદિ વંશામાંના સમરસ જાતિનાઓને શોધો શોધી પાછા બે લાવવા. એ બધાને ઘર બહાર રહેવાનું થવાથી ઘણાં કષ્ટો વેઠવાં પડેલાં. ભગવાને એમનો પૂરો સહકાર કર્યો ને દિલાસો પણ દીધો. ઘણી ઘણી ધનસંપદા આપી તૃપ્ત કર્યા તેમજ પિતપોતાનાં મૂળ ઘરોમાં વસાવ્યા. હવે શ્રીકૃષ્ણ તથા બલરામજીના બાહુબળ બધાં સુરક્ષિત હતાં. તેઓ કતાર્થ થયાં. ભગવાન તે કદી ન સુકાય એવી જાતના કમલરૂપ હતા. પરીક્ષિતજી ! હવે તે બંને ભાઈએ નંદબાબા કને આવ્યા અને કહ્યું: “પિતાજી ! આપે અને માતુશ્રી યશોદાજીએ અમારું જે સ્નેહ અને આત્મીયતાથી લાલન પાલન કર્યું છે, તે ભુલાય તેવું નથી. હવે આપ સૌ દ્રજવાસીજને વ્રજમાં પધારો. હવે અમારે આપના ઉપરાંત અમારાં પૂજય માબાપરૂપ વસુદેવ-દેવકીજી પ્રત્યેનું તથા લેહીનાં કુટુંબીજને પ્રત્યેનું ઋણુ પણ સેવારૂપે ચૂકવી આપવાનું છે. આપના નિષ્ણુડ સ્નેહને લીધે અમે વારંવાર વ્રજવાસને ને