________________
૪૩૬
દેવકી પર પિતાની યોગમાયાને પ્રેરી અને એમની પાસે વડીલ ભ્રાતા બલરામજીની સાથે જઈ નમ્ર વાણીમાં બોલ્યા : “અમે બને ભાઈઓ આપનાં જ બાળક હોવા છતાં અમારાં બચપણ અને કૌમારાવસ્થા મોટે ભાગે વ્રજમાં વીત્યાં જેથી અમારું હેત આપને અને આપનું મીઠું વાત્સલ્ય અમને દુર્દેવવશાત્ નથી મળી શકહ્યું. ખરેખર જોઈએ તો, આ પાર્થિવ માનવશરીરને પિતા-માતા જ જન્મ આપે છે અને ઘણું ઘણું લાલનપાલન કરે છે, ત્યારે માંડ આ મર્ય શરીર ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિનું સાધન બની શકે છે. માણસ સો વર્ષ જીવી મા-બાપની ખૂબ ભક્તિપૂર્ણ સેવા કરે તો પણ શું એમના અનહદ ઉપકારનો બદલો વાળી શકે ? ના, બિલકુલ નહીં ! તે ખરેખર અસંભવત છે. જે સંતાન ન સામર્થશાળી હોવા છતાં પોતાનાં મા-બાપની તન-ધનથી સેવા ન કરે તેવા સંતાનને તેનું મૃત્યુ થયા બાદ યમદૂતે તેના જ શરીરનું માંસ ખવડાવે છે. જે એ વૃદ્ધ માબાપ, સતીરૂપ ધર્મપત્ની, બાલકસંતાન, ગુરુ, બ્રાહ્મણ અને શરણાગતનું ગૌરવપૂર્ણ રીતે ભરણપોષણ ન કરે, તે ભલે જીવતા હોય, તોયે મુડદા સમાન જ છે. આમ હે પરમ પૂજ્ય ! અમારા આટલા દિવસો ખરેખર નકામાં જ (વ્યર્થ જ) વીતી ગયા. કેમકે કંસના ભયથી સદા ઉદ્વિગ્ન ચિત્ત રહેવાને લીધે અમે આપની સેવા કરવા માટે અસમર્થ જ રહ્યા. એ માતાપિતા ! આપ બને એ માટે અમને ક્ષમા કરો. દુષ્ટ કંસે આપ બન્નેને આટઆટલાં કણે આપ્યાં, પરંતુ અમે દૂર અને પરતંત્ર જેવા હેવાને કારણે આપની કોઈ જ સેવાશુશ્રષા નથી કરી શક્યા !”
પરીક્ષિત આ મુજબ જ્યારે ખુદ ભગવાન જ બેયા, તેથી તે માબાપરૂપ વસુદેવ-દેવકીજીએ તરત બને બાળકોને ઉઠાવી વાત્સલ્યભાવથી હદય સાથે ખૂબ ચાંપી લીધા. પરીક્ષિત ! આ