________________
४२६
પરથી પુને વરસાદ વરસાવી દીધે.
અહીં પરીક્ષિત ! આ માનિનીઓનાં મુખકમલ પ્રેમાવેગથી એવા તે ખીલી ઊઠયાં કે ન પૂછે વાત ! બીજી બાજુ દરેક વર્ણના માનવસમુદાય સ્થાને સ્થાન પર દહીં, ચોખા, જલપાન, ફૂલહાર, ચંદન અને ભેટ-સામગ્રીઓ સમપી આનંદમગ્ન થઈ બને ભાઈઓની પૂજા કરવા પ્રત્યક્ષ લાગી ગયો ! એમને જોઈ પુરવાસીઓ પરસ્પર કહેવા લાગ્યા : “ધન્ય છીએ આપણે! કે યેગીઓને મહાતપથી જે મૂર્તિ સ્વપ્નમાં પણ જોવા ન મળે તે આપણને સ્થળ આંખોથી જેવા અહીં આજે મળી ગઈ છે !” જે બેબીએ રાજા કંસને ખુશામતિયે નોકર હાઈ આ બનેનું અપમાન કર્યું તેને તરતાતરત એ પરચો મળ્યો કે ત્યાં ને ત્યાં કપડાંની ગાંસડી તેણે એમને એમ છોડી દેવી પડે અને ધાબીને ઘેબી જેવો બદલે મળ્યો અને એ ધાબીનાં વફાદાર માણસોને એમના જોગે બદલે મળી ગયે. વળી જરાક આગળ જતાં એક શ્રમજીવી અને ભકિતસભર દરજી મળી ગયો કે એણે ભગવાનને એવા તો સુંદર ઢબે સજાવી દીધા કે અભુત-અદ્ભુત લાગવા લાગ્યા. એ દરજીએ તો માત્ર સ્થળ સજાવટ આપી, પરંતુ તેની અપૂર્વ ભક્તિ પરથી ભગવાને એ દરજીને સારૂપ્ય મુક્તિ આપી દીધી. એ જ રીતે સુદામા નામના માલીએ ભકિતસભર ફૂલહાર આપ્યો તથા વાલબાલો સહિત બને યુવાનની પૂજા કરી, તે તેનું જીવન પણ પ્રેયશ્રેય બનેથી અજોડ બની ગયું. ગીતામાં ભગવાન કૃષ્ણ કેલ આવે છે:
સાધુતા રક્ષવા કાજે, ને દુર્જનત્વ ટાળવા; ધર્મની સ્થાપના માટે જન્મ ધરું યુગે યુગે. પરીક્ષિતજી ! જાણે એ અહીં સાર્થક પ્રતીત થયો !