________________
૪૨૪
ઉત્તમ પુરુષે આ જગતમાં આપના ગુણોનું સદૈવ કીર્તન કર્યા કરે છે. નારાયણ! હું આપને નમસ્કાર કરું છું.' આવી ભક્તિસભર મીઠી વાણ સુણુ ભગવાન કૃષ્ણ બાવા : કાકાજી ! ચિંતા ન કરો. હું ભાઈ વગેરે સાથે આપને ઘેર જરૂર આવીશ. અને બધાં સ્વજનોને ગમે તેવું કામ પણ કરીશ. પરંતુ કાકાજી, પહેલાં આ યદુવંશના કોહી એવા સરમુખત્યાર ૨ાજવી કંસને તો નાબૂદ કરી નાખું !”
આવું સાંભળીને પ્રથમ તે અરજી કંઈક અન્યમનસ્ક જેવા થઈ ગયા, પણ આજ્ઞા તો માનવી ઘટે તે રીતે માનીને રાજા કંસને પોતે વાસુદેવ અને બલરામને તેડી લાવ્યાના સમાચાર આપી દીધા અને પછી પિતાને ઘેર ગયા.”
કોને મથુરાને ઘેલું કર્યું
અનુષ્યપ શુદ્ધ દિવ્ય જહીં નેહ, નારીહૈયું પિછાનતું, શીવ્ર અઈ જાતું ત્યાં. ને પરં સ્થાન પામતું. ૧ પરંતુ પ્રભુ સાકાર, ધિક્કારે જઈનેય જે; પામશે તેનું તત્કાળ, ફળ બૂરું ખરે જ તે. ૨
શુકદેવજી કહે છેઃ “પરીક્ષિત ! બીજે દિવસે બીજે પહોરે ભગવાન શ્રીકૃષ્ણ ભાઈ બલરામજી તથા ગોઠિયા ગોવાળિયાઓ સાથે મથુરાપુરી જેવા નીકળ્યા. તેઓ તો આ સુંદર–અતિ સુંદર-મથુરાનગરીની વિવિધ પ્રકારની બાંધણું અને શોભા નીરખી રહ્યા હતા, પરંતુ મથુરાના નારીજગતને ખબર પડી કે ભગવાન કૃષ્ણ પિતાના ભાઈ તથા વ્રજગોવાળિયાઓ સાથે મથુરાનગરીમાં આવ્યા છે, તેથી