________________
૪૨૩
માંડ્યો અને સૂર્યાસ્ત થાય તે પહેલાં તે મથુરાનગરીમાં પહોંચી જ ગયા. પરીક્ષિતજી! માર્ગમાં તો ઠેકઠેકાણે ગામડાંના અને મથુરાનગરીના લેકે એ બંને ભાઈઓને ધસારાબંધ મળવા આવ્યે જતા હતા અને ભગવાન શ્રીકૃષ્ણ તથા બલરામજીને એકીટસે જોવા લાગતા હતા. નંદબાબા આદિ વ્રજવાસીઓ તે પહેલેથી ત્યાં પહોંચી ગયેલા અને મથુરાનગરીની બહારના ઉપવનમાં રોકાઈ એ બે ભાઈઓની વાટ જોતા હતા. રથ આવી ગયા પછી ભગવાન શ્રીકૃષણે સ્મિત કરતાં કરતાં વિનીત ભાવે અરજીને હાથ પ્રેમથી પોતાના હાથમાં લઈને કહ્યું: “કાકાજી ! આપ રથ લઈને પ્રથમ મથુરામાં પ્રવેશ કરે અને આપને ઘેર પધારો. અમે લેકે પહેલાં અહીં ઊતરીને નગર જેવા જઈશું. અક્રુરજી બોલ્યાઃ “પ્રભો ! હું આપને ભક્ત છું. આપના વિના મથુરામાં જઈ નહીં શકું. આપ મને ન તજે, ભગવન! આપ બલરામજી, ગોવાળિયાઓ તથા નંદરાયજી આદિ આત્મીયજને સાથે પથારી મારું ઘર આપની પવિત્ર ચરણરજથી પાવન કરી પ્રત્યે ! મારે ઘેર પધારી મને સનાથ બનાવો. આપનાં ચરણ પખાળવાથી અગ્નિ, દેવો અને વડીલો સૌ ખુશખુશ અને તૃપ્ત-તૃપ્ત થઈ જવાનાં. જેમનાં ગીતે સંતજનો પણ અહર્નિશ ગાયા કરે છે, તેવો મહાયશ મહાત્મા બલિ પામેલા તે માત્ર આપનાં ચરણ પખાળવાથી જ ! અરે, મહાયશ જ નહીં, અતુલ અધય અને જે મહાપ્રેમી ભક્તની પરમ ગતિ થાય છે તેવી જ પરમ ગતિ તે બલિરાજા પામી ગયેલા. આપના ચરણુ-જલરૂપ ગંગાજીએ તે ત્રણે લોકને પાવન કરી નાખ્યા જ છે. ખરેખર, એ મૂર્તિમાન પવિત્રતા જ છે ! ગંગાસ્પર્શને લીધે જ સગરપુત્રોની સદ્ગતિ થઈ અને એ જ ગંગાજલને ભગવાન શિવજીએ પિતાના મસ્તક પર આરૂઢ કર્યું છે. હે યદુવંશ શિરોમણિ! આપ તે દેના આરાધ્ય દેવ છે, જગતના નાથ છે, સ્વામી છે. આપનાં ગુણ અને લીલાઓનું શ્રવણ તથા કીર્તન ઘણું ઘણું મંગલકારી છે.